Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સહકારી ધ્વજ વંદન

 દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિન ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૬૫ માં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરાઇ હતી. આ અંતર્ગત જિલ્લા સંઘની ઓફીસે સહકારી ધ્વજવંદન જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવિણભાઇ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. બાદમાં સહકાર ગીતનું વાંચન કરાયુ હતુ. જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવિણભાઇ રૈયાણીએ સહકાર સપ્તાહ ઉજવણીનો ઉદ્દેશ્ય સમજાવેલ. ધ્વજવંદન કાર્યક્રમમાં મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડીસ્ટ્રીકટ બેંક તથા જિલ્લા સંઘના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, માનદ મંત્રી ધીરૂભાઇ ધાબલીયા, જિલ્લા સંઘના ડીરેકટર ઘનશ્યામભાઇ એમ. ખાટરીયા, જિલ્લા સંઘના ડીરેકટરઓ , જિલ્લા સંઘના મહિલા સમિતિના કન્વીનર ઇન્દુબેન ડોબરીયા, મહિલા સમિતિના સભ્યો, સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર રાજકોટના ઇ.પ્રિન્સીપાલ તથા સ્ટાફ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે જિલ્લા સંઘના માજી ચેરમેન છગનભાઇ સોજીત્રાએ સહકાર સપ્તાહની માહીતી રજુ કરી હતી. ધ્વજવંદનનું સંચાલન સી.ઇ.ઓ. એ. જે. ઘેટીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંઘના એકઝી. ઓફીસર પરેશભાઇ ફેફર, જિલ્લા સંઘના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

(3:14 pm IST)
  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • વાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST

  • કચ્છ:મહિલા કોન્સ્ટેબલની સાથી કોન્સ્ટેબલે છેડતી કરી:રણોત્સવ પોલીસ બંદોબસ્તમાં માંડવીની યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલની કાળા ડુંગર ખાતે સાથી પોલીસ જવાને છેડતી કરી :આરોપી શૈલેન્દ્રસિંહ રવુભા જાડેજા નખત્રાણા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ મહિલાકર્મીએ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ access_time 3:03 pm IST