Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સ્વામિનારાયણ મુખ્ય મંદિરે સોમવારે તુલસી વિવાહ

બાલાજી હનુમાન મંદિરેથી સાંજે ઠાકોરજીનો વરઘોડો નિકળશે : રાત્રે ૯ થી ૧૧ લગ્ન ઉત્સવ

રાજકોટ તા.૧૬ : સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્રરોડ ખાતે તા. ૧૯ ના સોમવારે સાંજે ૯ વાગ્યે મંદિર પરિસરમાં મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસજીના માર્ગદર્શન હેઠળ અને કોઠારી સ્વામી શ્રી હરીચરણદાસજીના સાનિધ્યમાં તુલસી વિવાહ ઉજવાશે. વરપક્ષના યજમાન શ્રી રાજેશભાઇ અમૃતલાલ રાણપરા અને રાણપરા પરિવાર છે. લગ્નોત્સવના કીર્તનો દેવ ઉત્સવ મંડળ રાજકોટ ગાશે. લગ્નવિધિ આચાર્ય શાસ્ત્રી શ્રી કૌશિકભાઇ ત્રિવેદી કરાવશે. શોભાયાત્રા ઠાકોરજીનો વરઘોડો સાંજે ૪.૩૦ વાગ્યે બાલાજી હનુમાન મંદિરેથી નીકળી મુખ્ય મંદિરે પહોંચશે. જયાં રાત્રીના ૯ થી ૧૧ તુલસી વિવાહનો અવસર ઉજવાશે.

હરીભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી ઉઠશે. બપોરે ૪ થી ૭ સુધી શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવોની સન્મુખ શાક-ભાજી, વાઘા વસ્ત્ર અને ઘરેણાની હાટડી ભરાશે. સૌકોઇને દર્શનાર્થે પધારવા કોઠારી જે. પી. સ્વામીએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ પ્રસંગેુ શ્રી હરીચરણદાસજી, શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી, શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, બાલાજી મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી મુનિવત્સલદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના પૂર્વ કોઠારીશ્રી કાન્તી ભગત, કોઠારી જે. પી. સ્વામી, ભંડારી આત્મજીવનદાસજી સ્વામી પધારી દર્શન પ્રવચન અને આશીર્વાદનો લાભ આપશે. સમગ્ર સ઼ચાલન દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરા કરશે. તેમ સત્સંગી સેવક મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયુછે.

(3:13 pm IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST

  • બિહાર : સપના ચૌધરીના કાર્યક્રમમાં ધમાલ : ૧નું મોત : ૧૨ને ઇજા : એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી : પોલીસે કર્યો લાઠીચાર્જ access_time 1:39 pm IST