Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઢેબર કોલોનીમાં મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં પાંચ શખ્સ પકડાયા

રાજકોટ તા. ૧૬: ઢેબર કોલોની બ્લોક નં. ૧૧૫ નજીક મદ્રેસા પાસે રહેતો આસીફ સિદ્દીકભાઇ માણેક (ઉ.૨૬) પોતાના ઘરમાં જૂગાર રમાડતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત પાંચ શખ્સોને પકડી લીધા હતાં.

પોલીસે આસીફ તથા મોહસીન ફારૂકભાઇ મલ્લા (ઉ.૨૧-રહે. ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૬૨), વિશાલ ભાવેશભાઇ રાણપરા (ઉ.૨૩-રહે. આનંદનગર બગીચા સામે રૂમ નં. ૧૬૨), અલ્તાફ મહમદભાઇ અધામ (ઉ.૩૮-રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર નં. ૫૪) તથા મોૈલિક ઉમેશભાઇ દેવ (ઉ.૨૬-રહે. રામેશ્વર પાર્ક રેલનગર-૨)ને પકડી લઇ રૂ. ૨૮૮૫૦ની રોકડ કબ્જે લેવાઇ હતી. આસીફ માણસો ભેગા કરી તિનપત્તીનો જૂગાર રમાડતો હતો.

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

(3:03 pm IST)