Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મોરબીમાં નેપાળી મહિલા દાઝી ગઇઃ ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૬: મોરબીના લાતી પ્લોટમાં રહેતી નેપાળી મહિલા કમલાબેન હરિશભાઇ બિસ્ત (ઉ.૪૦) દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. કમલાબેન ગઇકાલે રાત્રે દસેક વાગ્યે સ્ટવ પર રસોઇ બનાવી રહી હતી ત્યારે અચાનક ભડકો થતાં દાઝી ગયાનું તેના પરિવારજનોએ જણાવતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરી હતી. કમલાબેનનો પતિ ચોકીદારી કરે છે. તેણીને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે.

(3:02 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • શુક્રવારે ઇંધણમાં ભાવમાં ઘટાડો :પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે 17 પૈસાનો થશે ઘટાડો :છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ભારતને મળતો ફાયદો access_time 1:18 am IST

  • સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ તેમના પુત્રએ ભત્રીજા પર કર્યો હુમલો : પંચમહાલ સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ રેતીના વેપારમાં હરીફાઇની અદાવતમાં કર્યો હુમલોઃ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર કર્યો હુમલોઃ સુમન ચૌહાણ છે કલોલના ધારાસભ્ય access_time 1:39 pm IST