Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રવિવારે પંચનાથ મંદિરે તુલસીના રોપા ફ્રી વિતરણ

રાજકોટ : સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દરેક હિન્દુના આંગણામાં પવિત્ર તુલસી હોવા જોઈએ તે ધ્યેય સાથે તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ આગામી તા.૧૮ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે પંચનાથ મંદિર ખાતેથી રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અને પંચનાથ મહાદેવ મંદિરના આગેવાન દેવાંગભાઈ માંકડના હસ્તે ધર્મપ્રેમી જનતાને શ્યામ  તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ તકે લો કમિશન ઓફ ઈન્ડિયાના મેમ્બર અને સુપ્રસિદ્ધ એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કીરીટભાઈ પાઠક વગેરે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનું આયોજન રમાબેન હેરમા, કાળુમામાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સુરેશભાઈ પરમાર સાથે હેમંતસિંહ ડોડીયા, પ્રકાશ વોરા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ડોડીયા, પ્રભાબેન વસોયા, વિજયભાઈ કારીયા, લીલાબા જાડેજા, અરૂણ નિર્મળ, દિવ્યાબેન રાઠોડ, દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, હર્ષીદાબા કનોજીયા, ભાવનાબેન ચતવાણી, શ્રદ્ધાબેન સીનોજીયા, પલ્લવીબેન ચૌહાણ, રચનાબેન રૂપારેલ, હિનાબેન રાજપરા, સોનલબેન પંડ્યા, રશ્મીબેન જાની, એડવોકેટ હિરલબેન જોષી, દિલ્પાબેન મકવાણા, પન્નાબેન બુદ્ધદેવ, ભારતીબેન પંડ્યા, રશીદાબેન કાદરી, નુસરતબેન કાદરી, માયાબેન ગોહેલ, હિનાબેન રાજપરા, નીનાબેન વજીર, બિંદીયાબેન અમલાણી, ઉષાબેન સોનેજી, ખ્યાતીબેન ભટ્ટ સહિત અનેક સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે.

શ્યામ તુલસીનું મહત્વ

તુલસી અંગે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યુ છે કે તુલસીના જડમાં બધા તીર્થધામ હોય છે. તેના મધ્ય ભાગમાં દેવી દેવતાનો વાસ છે અને ઉપરના ભાગમાં વેદો હોય છે. તેથી દરરોજ સવારે તુલસી માતાના દર્શન કરી નમન કરવુ જોઈએ. આમ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત તુલસીની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ પણ માનવામાં આવે છે. દેવોની પૂજા હોય, શ્રાદ્ધ પૂજા હોય કે કોઈ પણ દેવી દેવતાઓને ભોગ ચડાવવાનો હોય ત્યારે પણ તુલસીપત્ર અવશ્ય મૂકવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુને કોઈ ભોગ ન ધરાવો તો ચાલશે પણ એક તુલસીપત્ર ધરાવશો તો પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. આપણા હિન્દુ ધર્મ અનુસાર ઘરના આંગણમાં તુલસીનો છોડ રોપવામાં આવે છે. આ અતિ પવિત્ર તુલસીનું મહત્વ છે અને તુલસીના એક એક પાન, મુળીયા, ડાળીમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(5:01 pm IST)
  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST

  • શુક્રવારે ઇંધણમાં ભાવમાં ઘટાડો :પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે 17 પૈસાનો થશે ઘટાડો :છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ભારતને મળતો ફાયદો access_time 1:18 am IST

  • ઇંધણના ભાવ ઘટાડો યથાવત : શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ;પેટ્રોલ લીટરે 18 પૈસા અને ડીઝલ 20 પૈસા લિટરે થશે સસ્તું ;કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત access_time 12:35 am IST