Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જળમુખી મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતિની ઉજવણી

 રાજકોટ : શ્રી જળમુખી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ હતું. નિરાશ્રીત બાલાશ્રમના બાળકો તથા માધાપર હેપી સ્કુલના ૩૫૦થી વધારે બાળકોએ બાપાની આરતી તથા મહાપ્રસાદનો સૌપ્રથમ લાભ લીધો. આ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ શ્રી કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી અગ્રણી પરેશભાઈ વિઠ્ઠલાણી, પ્રકાશભાઈ સોમૈયા, ભુપેન્દ્રભાઈ કોટક, યોગેશભાઈ પૂજારા, અશ્વિનભાઈ જોબનપુત્રા, વિજયભાઈ મહેતા તથા આદર્શ વ્યાયામ મંડળના પ્રમુખ કે. એમ. માવાણી તથા વિનુભાઈ ડેલાવાળા (શ્રીજી ગૌશાળા) ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઈ દક્ષીણી તથા તેમની આગેવાની હેઠળ મંડળના સભ્યો બાલાભાઈ રાવ, નીતિનભાઈ સાતા, સુરેશભાઈ પૂજારા, નીતીનભાઈ દાસાણી, દિલીપભાઈ જોષી, જીતુભાઈ શીંગાળા, જનકભાઈ ઉનડકટ, કૌશિકભાઈ શીશાંગીયા, કાનાભાઈ કેળાવાળા, મચ્છાભાઈ તથા કિશોરભાઈ સોમૈયાએ જહેમત ઉઠાવી હતી.

(3:01 pm IST)
  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST

  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • જેટ એરવેઝ ઇન્ડિયાને બચાવી લેવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાટા ગ્રૂપને મદદ માટે આગળ આવવા કહ્યું છે. access_time 12:39 am IST