Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પિતાએ મોબાઇલ ન લઇ દેતાં ધોરણ-૧૧ના છાત્ર જયેશનો ઝેર પી આપઘાત

મવડીના પંચશીલનગરનો બનાવઃ મોટા ભાઇને ફોન લઇ દેવાયો, પોતાને ન લઇ અપાતાં ૧૬ વર્ષના તરૂણને માઠુ લાગી ગયું: ખુમાણ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: મવડીના કણકોટ રોડ પર પંચશીલનગર-૧૬માં રહેતાં જયેશ પ્રેમજીભાઇ ખુમાણ (ઉ.૧૬) નામના ધોરણ-૧૧ના છાત્રએ મોબાઇલને કારણે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જયેશે રાત્રીના ઘરમાં ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોને ખબર પડતાં તેને દોશી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિ તેણે ઝેરી દવા પી લીધાનું જણાયું હતું. જો કે સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નિપજતાં હોસ્પિટલમાંથી કલાર્ક મહેશભાઇ જડુએ જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જયેશ ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પિતાએ મોટા ભાઇને મોબાઇલ ફોન લઇ દીધો હતો પણ જયેશને ફોન લઇ દીધો નહોતો. આ કારણે તેને માઠુ લાગી જતાં આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. લાડકવાયા દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:11 pm IST)