Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બી.એ./બી.કોમ. સેમેસ્ટર-૩ બાહ્ય પરીક્ષાની હોલ ટીકીટની યાદી

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા  બી.એ./બી.કોમ. સેમેસ્ટર-૩ બાહ્ય પરીક્ષા તા. ૧૯-૧૧-૨૦૧૮ને સોમવારથી લેવાનાર છે. વર્ષ ૨૦૧૬ પહેલા નોંધાયેલા વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીની વેબસાઈટ http://external.saurashtrauniversity.edu ઉપરથી પરીક્ષાની હોલ ડાઉનલોડ કરી લેવાની રહેશે. જ્યારે વર્ષ ૨૦૧૬ પછી નોંધાયેલા વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીની વેબસાઈટ એન્ડ http://external.saurashtrauniversity.co.in ઉપરથી તા. ૧૩-૧૧-૨૦૧૮થી બાહ્ય પરીક્ષાની હોલ ટીકીટ ડાઉન લોડ કરી લેવાની રહેશે જેની સબંધિત વિદ્યાર્થીઓએ નોંધ લેવા પરીક્ષા નિયામકે એક યાદીમાં જણાવ્યુ છે.

(10:55 am IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST