Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સગીરાનું અપહરણ-બળાત્કારના આરોપી ઢેબર કોલોનીના પ્રતપ સોલંકીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ભક્તિનગર પોલીસ

રાજકોટ :શહેરની ઢેબર કોલોની પાસે રહેતાં અને પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતાં પ્રતાપ પૃથ્વીસિંહ સોલંકી નામના શખ્સ સામે ૧૭ વર્ષ અને ૧૦ માસની વય ધરાવતી સગીરાનું ત્રણેક માસ પહેલા અપહરણ કરી જઇ એક હોટેલમાં તેની સાથે શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેણીના પિતાએ ભકિતનગર પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણ, બળાત્કારનો ગુનો નોંધી આરોપી પ્રતાપ સોલંકીને ગણતરીની કાળકોમાં ઝડપી લીધો છે

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી,ડીસીપી ઝોન-1 રવિ મોહન સૈની,એસીપી ટન્ડેલ (પૂર્વ )ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર,એસ,ઠાકરની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ગુન્હો ડિટેકટ કરેલ છ્ર

   ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી પ્રતાપ સોલંકી સામે પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે ૧૩/૧૧ના રાત્રે દસેક વાગ્યે પોતે પત્નિને લઇ સાળાના ઘરે ગયા હતાં. રાત્રે સવા અગિયારેક વાગ્યે પરત આવ્યા ત્યારે ૧૭ વર્ષ ૧૦ માસની વય ધરાવતી દિકરી ઘરમાં જોવા મળી નહોતી. તેની બહેનપણીઓને તથા બીજા સગાને પુછતાછ કરવા છતાં પત્તો ન મળતાં અગાઉ તેણી પ્રતાપ સોલંકી સાથે જતી રહી હોઇ એ છોકરાના ઘરે જઇ તપાસ કરતાં તે પણ જોવા મળ્યો નહોતો.

 બાદમાં તે મળ્યો હતો અને તેને પુછતાછ તેેણે કહ્યું હતું કે તેના ભાઇ અને બહેન અમદાવાદ જતાં હોઇ તેના ભેગી તમારી દિકરી ગઇ છે. આથી ફોન કરતાં તેણી ચોટીલા પહોંચી હોઇ ત્યાં જ ઉતરી જવા કહેતાં તે ત્યાં ઉતરી ગઇ હતી. એ પછી પોતે અને પરિવારજનો ચોટીલા ગયા હતાં અને ત્યાંથી તેણીને ઘરે લાવ્યા હતાં. તેણીએ હવે તમારી ઘરે રહેવું નથી તેમ પણ કહ્યું હતું. એ પછી તેણીએ ઘરે આવી વાત કરી હતી કે આજથી ચારેક મહિના પહેલા પણ પ્રતાપ સાથે તેણી ઘરેથી નીકળી ગઇ હતી તે વખતે શિવશકિત હોટેલમાં લઇ જઇ લગ્નની વાત કરી શરીર સુખ માણ્યું હતું. તેણીએ ઘરમાં રહેવાની ના પાડી નારી સુરક્ષા ગૃહમાં જવાનું કહેતાં પોલીસે તેણીને ત્યાં મોકલી છે.

  દરમિયાન આજે ખાનગી બાતમીના આધારે સદરહુ ગુન્હાનો આરોપી પોતાના ઘરે આવતો હોવાની બાતમી મળતા આરોપીના ઘરે વોચ રાખીને આરોપી આવતા પોલીસે પ્રતાપ પૃથ્વીસિંહ સોલંકી જાતે રજપૂત ઉ,વ,20 રહે ઢેબરકોલોની ક્વર્ટર ન,39ને ઝડપી લીધો હતો

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ,પી,એમ ધાખડા,તથા બી,બી,કોડિયાંતર ,પો,હેડ,કોન્સ,નિલેશભાઈ મકવાણા,તથા ઘનશયામભાઇ મેણીયા ,પો.કોન્સ,વિક્રમભાઈ ગમારા,વાલજીભાઇ જાડા,નિલેશભાઈ ચાવડા જોડાયા હતા

 

(8:23 pm IST)
  • બિહાર : સપના ચૌધરીના કાર્યક્રમમાં ધમાલ : ૧નું મોત : ૧૨ને ઇજા : એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી : પોલીસે કર્યો લાઠીચાર્જ access_time 1:39 pm IST

  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST