Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 11 કેન્દ્રો પરથી માત્ર 243 ખેડૂતોની મગફળી ખરીદાતાં નિરાશા:

બપોરે ત્રણ વાગ્યા સુધી ખરીદી નહિ થતા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

રાજકોટ :તારીખ 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામા આવનાર હતી. પરંતુ વહેલી સવારથી જ ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ શકી નહોતી. ખેડૂતોની જુદી જુદી માંગણીઓના કારણે સવારથી જ ખરીદ પ્રક્રિયા ખોરંભાઈ હતી. ત્યારે બપોરના ત્રણ વાગ્યા સુધી ખરીદી ન કરવામા આવતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો

      પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ચક્કાજામ કરનારાઓને રસ્તાથી દૂર કરી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.જે બાદ રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા ખરીદ કેન્દ્ર પર દોડી જઈ ખેડૂતોને સમજાવ્યા હતા. જે બાદ ખેડૂતોની મગફળી ખરીદવામા આવી હતી

  . જો કે રાજકોટ શહેર અને જિલ્લાના 11 કેન્દ્રો પર માત્ર 243 ખેડૂતોની જ મગફળી ખરીદી શક્ય બની હતી. જ્યારે 4 ખેડૂતોની મગફળીના સેમ્પલ ફેલ જતા તેમની મગફળી સરકારે ખરીદી નહોતી.

(9:21 pm IST)