Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સોરઠીયા રાજપૂત યુથ કલબ દ્વારા ગરબા-આરતી થાળી-દાંડીયાની મેગા કોમ્પીટીશનઃ વિજેતાઓને શિલ્ડ-પ્રમાણપત્ર

રાજકોટ : સેવા, સહકાર અને સંગઠનનાં સુત્ર સાથે સોરઠીયા રાજપૂત સમાજનાં ભાઇ-બહેનો દ્વારા કાર્યરત સોરઠીયા રાજપૂત યુથ કલબ દ્વારા બહેનો માટે ડેકોરેટીવ ગરબા-આરતી થાળી અને દાંડીયાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ અને બહારગામની બહેનોએ પોતાની કલા પ્રદર્શીત કરી હતી. ગરબા ડેકોરેશનનાં પ્રથમ પાંચમાં પુજા વિરલભાઇ ભટ્ટી, હની પરમાર, હીના વિજયભાઇ પરમાર, શાર્વિ નિલેશભાઇ રાઠોડ તથા ડેકોરેટીવ આરતી થાળીમાં જાગૃતિ બીપીન રાઠોડ, હીરલ કે. સિંધવ, નમ્રતા જયભાઇ મકવાણા, મીનાક્ષી, કૌશીકભાઇ રાઠોડ તેમજ ડેકોરેટીવ દાંડીયામાં જાગૃતિ વિપુલભાઇ ચૌહાણ, રૂપલ અજયભાઇ ચૌહાણ, કવિતા રવીભાઇ રાઠોડ, સાક્ષી પ્રફુલભાઇ ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવેલ શીલ્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતાં. ઉપરાંત ભાગ લેનાર ૧રપ થી વધારે સ્પર્ધકને પણ સ્મૃતિ ચિન્હ અને સન્માનપત્ર આપી નવાઝવામાં આવેલ. આ ઉપરાંત સંસ્થાનાં લોગો સાથેના માસ્ક સરપ્રાઇઝ ગીફટ તરીકે આપવામાં આવેલ હતાં. આ મેગા કોમ્પીટીશનનું સંપૂર્ણ સંચાલન લેડીઝ પ્રોજેકટ ટીમનાં મેમ્બરો દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન સોરઠીયા રાજપૂત વુમન્સ ફેડરેશનનાં પ્રમુખશ્રી ઇલાબેન ખેરનો જન્મદિન હોવાથી લેડીઝ પ્રોજેકટ ટીમનાં મેમ્બરો તેમને બુકે આપી જન્મદીનની શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપૂત યુથ કલબનાં ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (એચડીએફસી), અલ્પેશ ગોહીલ, વિરલભાઇ રાઠોડ, ગૌરવભાઇ ચૌહાણ, મિલનભાઇ પરમાર, વિપુલભાઇ ચૌહાણ, વિરલ ભટી તથા નિલેશ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ લેડીઝ પ્રોજેકટ ટીમનાં મન્સવી પઢીયાર, રેખા ગોહીલ, જાગૃતિ ચૌહાણ, હીરલ રાઠોડ, રજની રાઠોડ, વૈશાલી પરમાર, ગીતા ચૌહાણ, રૂપલ પઢીયાર, પ્રતિક્ષા પઢીયાર, રૂપલ રાઠોડ, કોમલ ડાભી, સુરભી રાઠોડ, જાગૃતિ પઢીયાર, પુજા ભટ્ટી, દિપલ ચૌહાણ, હેત્વી ચૌહાણએ જહેમત ઉઠાવી હતી. સોરઠીયા રાજપૂત યુથ કલબમાં ભાઇ-બહેનોને જોડાવવા માટે મો. ૯૩૧૬૩ ૧૯પ૪પ ઉપર વોટસઅપ કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)