Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કાલથી નવરાત્રીનો પ્રારંભ : ચોકમાં માંડવડા રોપાયા : ગરબા, ચુંદડી, હારની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી

રાજકોટ : આવતીકાલથી નવરાત્રીનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રાચીન અને અર્વાચીન ગરબાના આયોજનો ઉપર બ્રેક લાગી છે. તેમ છતા સરકારી ગાઇડ લાઇનને અનુસરીને મંજુરી સાથે કોઇ કોઇ સ્થળે માત્રા આરતી - સ્તુતી વંદનાના આયોજનો થયા છે. જો કે ઘરે ઘરે ઘટ સ્થાપન માટે તો લોકોમાં એટલો જ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શકિતની આરાધનાના પ્રતિકરૂપ ગરબો ઘરમાં પધરાવવા ભાવિકો અધીરા બનયા છે.  કાલથી નવ દિવસ સુધી ઘરે ઘરે આરતી, સ્તુતી, જાપ સહીતની ભકિત સાથે માતાજીના ગુણલા ગવાશે. બજારોમાં ગરબા, ચુંદડી, હારની છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:55 pm IST)