Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

એકલા રાજકોટમાં જ ડેન્ગ્યુ-મેલેરિયાના ર૧પ૦૦ કેસ છતાં સરકાર કહે છે રોગચાળો નથી ? : કોંગ્રેસ

રાજય સરકારે જાહેર કરેલ આંકડા અને મ્યુ. કોર્પોરેશનના આંકડાઓમાં જમીન-આસમાનનો ફેરઃ ખુદ કોર્પોરેશને આંકડાઓમાં રાજકોટમાં અસહ્ય રોગચાળાની ચાળી ફુંકે છે : વશરામ સાગઠીયા

રાજકોટ, તા. ૧૬ : રાજયભરમાં ડેન્ગ્યુ-મેલેરિયાનો મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે, ત્યારે રાજય સરકાર 'સબ સલામત'ના બણગા ફુંકે છે તેવો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સત્તાવાર આપેલા આંકડાઓ મુજબ છેલ્લા સવા બે મહીનામાં એકલા રાજકોટમાં જ ડેન્ગ્યુના ૧પ૦૦ જેટલા કેસ અને મેલેરિયાના ર૦ હજાર કેસ નોંધાયા છે.

આમ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં જ ર૧પ૦૦ કેસ મચ્છરજન્ય રોગચાળાના છે છતાં રાજય સરકારનો આરોગ્ય વિભાગ રાજયમાં ગત વર્ષથી ઓછો રોગચાળો હોવાનું જણાવે છે.

આમ સરકાર અને કોર્પોરેશનના આંકડાઓમાં જમીન આસમાનનો ફેર છે. ત્યારે સરકાર સત્ય હકીકત સ્વીકારીને જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે તેમ શ્રી સાગઠીયાએ જણાવ્યું છે.

(4:09 pm IST)