Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રોગચાળાને પગલે આરોગ્ય અધિકારી રાજકોટમાં: સિવિલ હોસ્પિટલમાં કલેકટર-મ્યુ. કમિશનર, તબિબી અધિક્ષક, ડીન અને જીલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક

રાજકોટઃ રોગચાળો વકર્યો હોઇ અને ડેંગ્યુ ભોગ લઇ રહ્યો હોઇ રાજ્યભરમાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે ખંભાળીયાની મુલાકાત લીધા બાદ સાંજે પોણા ચારેક વાગ્યે રાજકોટ પહોંચ્યા છે. અહિ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં અને તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાની ચેમ્બરમાં ખાસ બેઠક યોજી હતી. આરોગ્યને લગતી આ બેઠકમાં તેમણે મહત્વના સુચનો આપ્યો હતાં અને રોગચાળાને ડામવા કોઇપણ પગલા લેવા સુચના આપી  હતી. તેમજ જે કંઇપણ સાધન સામગ્રી ઘટતી હોઇ તે જણાવવા કહ્યું હતું. ખાસ બેઠકમાં  કલેકટર શ્રી રૈમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન ડો. ગોૈરવી ધ્રુવ, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી, ડો. રૂપાલીમેડમ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. દસ વર્ષ અગાઉ શ્રી શિવહરે રાજકોટમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચુકયા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)