Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટમાં : સ્વચ્છતા પર ભાર

સિવીલ હોસ્પિટલની મુલાકાતઃ ડેન્ગ્યુ સંદર્ભે સમીક્ષા

રાજકોટ તા. ૧૬ : રાજયના આરોગ્ય કમિશનર અને રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ.શ્રી જયપ્રકાશ શિવહરે આજે બપોરબાદ અહીંની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય કમિશનર બન્યા બાદ રાજકોટમાં તેમની પ્રથમ મુલાકાત છ.ે ડેન્ગ્યુ જેવા રોગચાળાની સ્થિતિ સંદર્ભે તેઓ સમીક્ષા કરશે સ્વિીલ હોસ્પિટલના અમૂક વોર્ડની મુલાકાત પણ લેનાર છે.

શ્રી જયપ્રકાશ શિવહરેએ સવારે જામનગર અને ખંભાળીયાની મુલાકાત લઇ આરોગ્ય તંત્રને જરૂરી સૂચના આપેલ ડેન્ગ્યુથી બચવા તેઓ સ્વચ્છતા સબંધી લોકજાગૃતિ પર ભાર મૂકી રહ્યા છે. તેમની મુલાકાતના પગલે હોસ્પિટલ તંત્રમાં હલચલ મચી ગઇ છ.ે

(3:59 pm IST)