Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લૂંટ અને ચોરીના ગુન્હામાં સામેલ કિશન ડોડીયા પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૧૬ : શહેરના ભકિતનગર વિસ્તારમાં લૂંટ અને ચોરીના ગુન્હામં સામેલ લુહાર શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચોરી અને લૂંટના અનેક ગુન્હામાં ભકિતનગર પોલીસે કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.રર) (રહે. વિશ્વકર્મા સોસાયટી રપ વારીયા કવાર્ટર હાલ ખોડીયારનગર શેરી નં.ર એસ.ટી.વર્કશોપ પાછળ)ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી તથા એસ.એન.ગડુ, પીસીબીના હેડ કોન્સ રાજુભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી તેમજ ભકિતનગર પોલીસના પીએસઆઇ પી.બી.જેબલીયા, નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, મહેન્દ્રસિંહ, મનીષભાઇ તથા મહેશભાઇ જોગડા સહિતે કિશન ડોડીયાની પાસા હેઠળ અટકાયત કરી  વડોદરા જેલમાં ધકેલી દીધો હતો કિશને પાંચ મહિના પહેલા અટીકા વિરાણી અઘાટમાં ટ્રાન્સપોર્ટમાં ગ્રાહક તરીકે જઇ સાગરીત તિરંગા ઉર્ફે અપ્પુ નાનજી દવેરા અને નિતીન ઉર્ફે કાનો વલ્લભ વાઘેલા સાથે મળી ટ્રાન્સપોર્ટ સંચાલકને છરી વડે હુમલો કરી ૩૬,પ૦૦ રોકડ મળી રૂ.૧,૦૬,પ૦૦ની લૂંટ ચલાવી હતી

(3:45 pm IST)