Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

નેમીનાથ વીતરાગ સંઘમાં ઓળી આરાધના સંપન્ન

પૂ.ગુરૂણીશ્રી હીરાબાઈ મ.સ.ના સાનિધ્યમાં

રાજકોટ,તા.૧૬: શ્રી નેમિનાથ વીતરાગ સંઘમાં પરમ ઉપકારી ગોં.સં.ના શાસન ચંદ્રિકા તીર્થ સ્વરૂપા, દીર્ઘ દીક્ષા પયોયધારા ગુરૂણીશ્રી બા.બ્ર.પૂ. હીરાબાઇ મ., તત્વચિંતક ગુરૂણીશ્રી બા.બ્ર.પૂ. જયોતિબાઇ મ. આદિ સતીવૃંદ શ્રી સંઘની ભાવપૂર્વકની વિનંતીનો સ્વીકાર કરી ગત તા.૪ને સોમવારે સદ્દગુરૂ ટાવર્સથી વિહાર કરી સંઘમાં  પધારેલ. તા. ૫ થી   તા.૧૩ સુધી ઓળી દરમ્યાન સમગ્ર દિવસ દરમ્યાન સવારના ૬:૧૫ થી જિનભકિત, ૯:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ. સ્મિતાબાઇ મહાસતીજીની જોશીલી વાલીમાં નવપદ મહિમાના અદ્દભુત પ્રવચનો આ ભરી સભામાં મંત્રમુગ્ધ બની જતી હતી.

પ્રતિદિનશ્રી સંઘ દ્વારા ચંદુલાલ મણીભાઇ દોશી, છબીલભાઇ અજમેરા તથા સહયોગી દાતા અ.સૌ. સરોજબેન બકુલભાઇ મહેતા (પૂ. સ્મિતાબાઇ મ.ના સંસારી પરિવાર) પ્રેરીત આયંબીલ આરાધના ખૂબ જ શાતાપૂર્વક કરાવવામાં આવતી. દરરોજ બપોરે વિવિધ કાર્યક્રમો તથા માતુશ્રી સરલાબેન, સવાઇલાલ કોઠારી હ. ભારતીબેન, જાગૃત્તિબેન તરફથી લોગ્ગસ્સ અખંડ જાપ તથા વિવિધ જાપનું આયોજન થતું. સાંજે પ્રતિક્રમણમાં સુવિશાળ સંખ્યા થતી ત્રિરંગી સામાયિક વિ.માં  કુમુદબેન તથા કેતનભાઇ કરાણી, જે. ટી. વોરાએ લાભ લીધો. દરરોજ પાટલા પ્રભાવનામાં અનેક દાતાઓને લાભ લીધેલ. તા.૧૩ના ગુરૂણી ઇન્દુબાઇ મ. જન્મજયંતિ નિમિત્તે બાલિકાઓએ સુંદર કાર્યક્રમ કરેલ.

દશેરાના દિવસે પૂ. સ્મિતાબાઇ મ. જન્મદિવસ નિમિત્તે જીવદયાનું માતબર ફંડ થયું જે ફંડમાંથી ૬૩ જીવોને છોડાવી પાંજરાપોળમાં રાખવામાં આવેલ. તા.૧૪ના સવારે સરોજબેન બકુલભાઇ મહેતા પરિવાર તરફથી તપસ્વીઓના પારણા રાખવામાં આવેલ. અને પૂ. ગુરૂણીશ્રી હીરાબાઇ મ. પરિવાર, માતુશ્રી ગીરજાબેન જમનાદાસ દામાણી પરિવાર, પૂ. સ્મિતાબાઇ મ. પરિવાર, ડોલીબેન દર્શનભાઇ, રાજુલબેન, ચારૂબેન, ઉષાબેન વિનોદભાઇ,  જયશ્રીબેન અશોકભાઇ, જયપ્રકાશભાઇ દફતરી પરિવાર, સુરેશભાઇ કામાણી, ચાર્મીબેન દોશી, શૈલેષભાઇ ખંઢેરાવાળા તરફથી અનુમોદના થઇ. પાખીના પૌષધ અનેક આરાધકોએ કરેલ તેના પણ ખૂબ સરસ રીતે બહુમાનો થયા. પારણામાં પણ ખૂબ સરસ વ્યવસ્થા, કાર્યક્રમ સફળ બનાવવામાં શ્રી સંઘના ભરતભાઇ, શૈલેષભાઇ, અશોકભાઇ, હરેશભાઇ, શરદભાઇ, નવિનભાઇ, અશ્વિનભાઇ, અપાર જહેમત ઉઠાવી પૂ. ગુરૂણીશ્રીએ ધર્મનો જયજયકાર કર્યો છે.

(3:44 pm IST)