Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સમસ્ત બ્રહ્મસમાજના ખેલૈયાઓ પારિવારિક માહોલમાં ગરબે રમ્યા : ૧૦૦ થી વધુ ઈનામો

બાય બાય નવરાત્રી (શરદોત્સવ)ની ઉજવણીઃ કશ્યપ શુકલ અને દર્શિત જાનીનું માર્ગદર્શન

રાજકોટ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ દ્વારા બાલભવન ખાતે બાય બાય નવરાત્રી - ૨૦૧૯ (શરદોત્સવ)નું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ. બ્રહ્મ અગ્રણી તથા પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, સૌરાષ્ટ્રના યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી કમલેશભાઈ જોષીપુરા, પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન જોષીપુરા, રોલેકસ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મનીષભાઈ મદેકા, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, પ્રિન્સેસ સ્કુલના રાજુભાઈ ભટ્ટ, ગીતાંજલી કોલેજના ડો. શૈલેષ જાની, તૃપ્તિબેન જાની, રૂપાબેન શીલુ, જે.પી. ત્રિવેદી, બંકીમ મહેતા, સંજય દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના અગ્રણી શ્રી કશ્યપ શુકલએ જણાવ્યુ હતું કે બ્રહ્મસમાજના ગરબા અતિ આધુનિક અને વર્તમાન ટ્રેડીશન પ્રમાણે તથા સંપૂર્ણ સલામત અને પારીવારીક વાતાવરણમાં ખેલૈયાઓને રમાડવામાં આવ્યા હતા. જેમાં જુનિયર, સીનીયર અને વડીલો માટેનું ગ્રુપ જેવા ત્રણ ગ્રુપમાં સ્પર્ધા રમાડવામાં આવી હતી. સ્પર્ધકોને ૧૦૦થી વધુ આકર્ષક ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ૮ વર્ષથી નાના - નાના ૫૦થી વધુ બાળકોને વેલડ્રેસ બદલ ખાસ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના પ્રમુખ શ્રી દર્શિત જાનીએ જણાવ્યુ હતુ કે આ વર્ષે ઉમદા સીંગરોની ટીમ જેમાં મોન્ટુ મહારાજ અને જલ્પા હરસોડા જેવા ગરબા માટેના ખૂબ જ ખ્યાતનામ કલાકારોની ટીમે સતત ત્રણ કલાક સુધી ખેલૈયાઓને પોતાના સૂર અને તાલથી ડોલાવ્યા હતા.

આ પ્રસંગે નિર્ણાયક તરીકે વિપુલ ભટ્ટ, હેમાંગી ભટ્ટ, રીતેશ નાંઢા, ચેતન જેઠવા, મિતાલી ચૌધરી, રીધી શાહ, હેમા ત્રિવેદી, હર્ષિદા આચાર્ય, શોભા સોઢા, હર્ષમાબેન વગેરેએ સેવા બજાવી હતી. જુનિયર કીંગ મહર્ષિ રાવલ, જુનિયર કવીન કૃપાલી પંડ્યા, સીનીયર કીંગ પ્રતિક દવે, સીનીયર કવીન નિરાલી વ્યાસ, સીનીયર સીટીઝન કિંગ જયંતિભાઈ રાજગોર તથા સીનીયર સીટીઝન કવીન માલાબેન પાઠક વિજેતાઓ જાહેર થયા હતા.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના અગ્રણી તથા કાર્યક્રમના સંયોજક શ્રી કશ્યપ શુકલ અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના પ્રમુખ દર્શિત જાનીની આગેવાની હેઠળ મહામંત્રી કમલેશ ત્રિવેદી, દિપક પંડ્યા, જનાર્દન આચાર્ય, જીજ્ઞેશ ઉપાધ્યાય, નલીન જોષી, અતુલ વ્યાસ, દક્ષેશ પંડ્યા, પ્રશાંત જોષી, જયેશ જાની, યોગેન્દ્ર લહેરૂ, સુરેશભાઈ મહેતા, રાજુભાઈ દવે, નિલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોષી, શોભનાબેન પંડ્યા વગેરે આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)