Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયો નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ : તુલસીના રોપાનું વિતરણ

રાજકોટ : સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સોજીત્રા માર્કેટ, રૈયા રોડ ખાતે તાજેતરમાં હઠીલા રોગોનો વિનામુલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન દવા તેમજ તુલસીના રોપાનું વિનમુલ્યે વિતરણ કરાયુ હતુ.  જેનો ૧૫૧ લોકોએ લાભ લીધેલ. વિતરણમાં મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા તેમજ દિપાબેન કાચાના માર્ગદર્શન હેઠળ મહિલા કારોબારી સભ્યો રેશ્માબેન સોલંકી (ઇન્ટરનેશનલ લાયન્સના ચેરપર્સન), લીનાબેન શુકલ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ કંચનબને સિધ્ધપુરા, શિક્ષણ સમિતિના પૂર્વ વાઇસ ચેરમને અલ્કાબેન કામદાર, હર્ષિદાબા કનોજીયા, સિમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સિમેજીયા, સોનલબેન કાચા, રશ્મીબેન લીંબાસીયા, મીનાક્ષીબેન લીંબાસીયા, ખ્યાતિબેન ભટ્ટ, ભાવનાબેન ચતવાણી, મનિષાબેન ટાંક, રમીલાબેન રાજયગુરૂ, રિનાબેન પટેલ વગેરે સાથે જોડાયા હતા. આ સમગ્ર નિદાન કેમ્પ અને રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ ગુણવંતભાઇ ભટ્ટ, મંત્રી પ્રકાશભાઇ વોરા, ખજાનચી હેમંતસિંહ ડોડીયા, કિરીટભાઇ આડેસરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મહેન્દ્રસિંહ તલાટીયા, શ્રી ધોળકીયા, ઇન્દ્રવદન રાજયગુરૂ, ડેનીશભાઇ પટેલ, દિનેશભાઇ દોશી, માધવ ગ્રુપના લાલભાઇ પોપટ, નીતિનભાઇ મણીયાર, ભરતભાઇ સોલંકી, રાજુભાઇ, જગદેવસિંહ જાડેજા, જયસુખભાઇ ખેવલાણી, ડો. કે. જી. પટેલ, ડેનીશભાઇ આડેસરા, આઇઓસીના અધિકારી શ્રી મહેતા, રાજકોટ પોષ્ટના તંત્રી મનહરસિંહ ગોહીલ વગેરે વિશેષ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. કેમ્પમાં વૈદ્યરાજ અશોકભાઇ આડેસરા તેમજ આયુર્વેદીક ડો. જોષી અને શ્રી પટેલભાઇ સહીતના સ્ટાફે સેવા આપી હતી. આશરે ૧૦૦ થી વધુ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધેલ.

(3:42 pm IST)