Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પ્રશાંત કાસ્ટીંગમાં મજૂરના મોત અંગે કલેકટરને રજૂઆતઃ લાભો અપાવો

રાજકોટ, તા.૧૬: ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદુર કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી જણાવેલ છે કે પ્રશાંત કાસ્ટીંગ કંપનીમાં તા.૧૪-૧૦-૨૦૧૯ના રોજ એક મજુર-ઇંદ્રેશ રાકેશભાઇ ગૌતમનું કાર્ય સ્થળ ઉપર જ અકસ્માતથી મૃત્યુ થઇ ગયેલ હતું. લાશનું પોસ્ટમોર્ટમ સીવીલ હોસ્પિટલમાં થઇ ગયેલ છે. કંપનીના માલિક લાશ જોવા માટે પણ આવેલ નથી, આ કંપનીમાં એના પહેલા પણ ચાર મજુરોના મૃત્યુ થયેલ પરંતુ મૃતકકને કોઇપણ (લાભો) આપવામાં આવેલ નથી. રાજકોટમાં આવી અનેક કંપનીઓમાં આવી તો અનેક દુર્ઘટનાઓ બનતી રહે છે જેની કોઇ નોંધ પણ લેવામાં આવતી નથી. આ ગરીબ મજુરને લાભો આપીને એના નોંધારા થયેલ બાળકોને સહારો આપવાનું વિચાર જ નથી કરતા. આવા અસહનીય ત્રાસ અને જાનના જોખમથી ભયભીત થઇને રાજકોટ જિલ્લામાં કામ કરતા મજુરો આપના શરણમાં આવ્યા છે, આ અતીશય ગંભીર બાબત છે. કલેકટરશ્રી રાજકોટમાં મીલ માલિકો, ઠેકેદારો અને શેરઠીયાઓના જુલમથી ભયભીત થયેલા મજુરોને જાનની સુરક્ષા, ઉચીત મજુરી મળે રહે તેવી વ્યવસ્થા કરાવી આપવા માંગણી કરી હતી. આવેદન-રજૂઆત કરવામાં શૈલેન્દ્રસિંઘ પરીહાર, વીજય ઢોલ, યોગેન્દ્ર પ્રસાદ, રામ( , અશોક યાદવ વિગેરે જોડાયા હતા.

(3:32 pm IST)