Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વોર્ડ નં.૩-પ-૮ ના ૪૭૩ વિસ્તારો ચોખ્ખા ચણાક કરાયા : ૭૬ ટન કચરાનો નિકાલ

રાજકોટઃ દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે-થ્રી વોર્ડસ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે વોર્ડ નં.૩,૫ અને ૮માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ વોર્ડમાં તબક્કાવાર કામગીરી આરોગ્યલક્ષી કરી રહેલ છે.જેમાં ત્રણેય વોર્ડમાં સદ્યન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા – ૪૭૩, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા – ૨૧, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૨૫, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૨૬, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ કચરો -  ૭૩ ટન, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટરના ફેરા – ૬૩, ચુનો - મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - ૮૨  બેગ, સફાઇ કરાવેલ માર્કેટ - હોકર્સ ઝોન – ૦૩, સફાઇ કરેલ કુલ યુરીનલ – ૦૩ (પ્રેસર જેટ મશીન દ્વારા)  કામગીરી કરવામાં આવેલ છે. આજની આ કામગીરીમાં શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પૂર્વ ઝોનના નાયબ કમિશનર ચેતનભાઇ ગણાત્રા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, વોર્ડના મહિલા પ્રમુખ રસીલાબેન સાકરીયા,  કલ્પનાબેન કયાડા,  અરવિંદભાઇ ભેંસાણીયા,  દિપકભાઇ પનારા, વોર્ડ નં.૦૩ પ્રમુખ હેમુભાઈ પરમાર, હર્ષિદાબેન પટેલ, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ રાઠોડ, વિપુલભાઈ ઝાલા, દલસુખભાઈ રાઠોડ, નીરેશભાઈ શીદપરા, ડે.કમિશનર ચેતન ગણાત્રા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડી.યુ.તુવર, આસી.મેનેજર દિપેન ડોડીયા, વોર્ડ એન્જીનીયર શ્રીવાસ્તવ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)