Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડીઝાઇનર દ્વારા શરદોત્સવની ઉજવણી

રાજકોટ : ઇન્ટીરીયર ડીઝાઇનર માટેની રાષ્ટ્રીય સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટીરીયર ડીઝાઇનર દ્વારા શરદ પૂનમ અવસરે રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ. સીઝન્સ હોટલમાં યોજાયેલ આ રાસોત્સવની ઇવેન્ટ પાર્ટનર ઓમ માર્બલ કંપની હતી. અહીં ઉલ્લેખનીય છે કે એસો.ના ૩૫૦ થી વધુ સભ્યો અને પરિવારે આ કાર્યક્રમ માણ્યો હતો. રાજકોટ બિલ્ડર એસો.ના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજનમાં આઇ.આઇ.આઇ.ડી.ના ચેરમેન હરેશ પરસાણાની રાહબર હેઠળ કમીટીના સભ્યો રચેશ પીપલીયા, જાનકી હકાણી, જીજ્ઞેશ ધ્રાંગા, નિસીતા દાસાણી, નેહલ મણીયાર, વિપુલ હિરપરા, જયેશ પટેલે જહેમત ઉઠાવી હતી. રજવાડી ફેમીલી કલબના મનિષ પ્રજાપતિના આગવા આયોજનને સૌએ વખાણ્યુ હતુ. સભ્યોનો ઉત્સાહ વધારવા ઇનામો એનાયત કરાયા હતા.

(3:25 pm IST)