Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દિવાળી આવી....ઘરાકીની રોનક લાવી....

પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ વર્ષે ભારે વરસાદ અને મંદીના માર વચ્ચે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ધીમે- ધીમે દિવાળીની રોનક રાજકોટની બજારમાં જોવા મળી રહી છે. શહેરની ગુંદાવાડી ,ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં કપડા, હોઝયરી, મુખવાસ, ડ્રેસ- મટીરીયલ્સ, ડ્રાયફ્રુટ, તેજાના તથા ડેકોરેટીવ વસ્તુઓની દુકાનો આવેલી છે. લોકો દિવાળીની ખરીદી કરવા બજારમાં ઉમટવા લાગ્યા છે. વેપારીઓ પણ લોકોની વધતી અવર- જવર અને ખરીદીથી ખુશ થતા જાય છે. ઉપરોકત તસવીરોમાં ગ્રાહકોની ચિકકાર ગિરદીથી ભરાયેલ બજાર તથા ગ્રાહકોને સમજાવતા વેપારીઓ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)