Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આવતા અઠવાડીયાના પ્રારંભે માવઠાની સંભાવના

દક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસુ બેસી ગયુ : અરબી સમુદ્રમાં બે દિ'માં અપરએર સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ્સ બનશે : સૌરાષ્ટ્રના દક્ષિણના કાંઠાળા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા વધુ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૬ : સમગ્ર દેશભરમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, આમ છતાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બની રહી છે જેની અસરથી આવતા અઠવાડીયાના પ્રારંભે માવઠાની સંભાવના હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે સમગ્ર દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે વિદાય લઈ લીધી છે, સાથોસાથ શિયાળુ ચોમાસુ એટલે કે નોર્થ ઈસ્ટ મોન્સુન તામિલનાડુ અને આસપાસના વિસ્તારમાં પણ ચોમાસુ બેસી ગયુ છે જેની અસરથી આવતા ત્રણ - ચાર દિવસ દક્ષિણ ભારતના રાજયોમાં સારા વરસાદની શકયતા છે. આવતા બે-એક દિવસમાં અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે જે આગળ વધતા મજબૂત બનશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૬ થી ૨૩ ઓકટોબર (બુધથી બુધ) સુધીની આગાહી કરતા જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આગાહીના શરૂઆતના ચાર દિવસ તડકા સાથે વાતાવરણ ચોખ્ખુ રહેશે. હાલમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ (નોર્મલ) રહેશે. તા.૨૦થી સામાન્ય વાદળા જોવા મળશે, જે તા.૨૧ થી ૨૩ દરમિયાન વાદળોનું પ્રમાણ વધી જશે. પવન પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આગાહીના પાછલા ત્રણેક દિવસ માવઠારૂપી છાંટા-છુટીની શકયતા છે. જે અંગેની વધુ અપડેટ અને વરસાદના વધ-ઘટની માત્રા બે દિવસ પછી આપવામાં આવશે.

(2:41 pm IST)
  • સબ રજીસ્ટ્રાર કચેરી ૩-૪-૫-૬-૭માં આજે પણ દસ્તાવેજ કાર્યવાહી ઠપ્પઃ ગઇકાલે ૩૦૦થી વધુ દસ્તાવેજ અટકી ગયા બાદ આજે પણ સવારથી સર્વર ઠપ્પઃ લાઇનો કપાઇ ગઇ છે. અધિકારીઓ ઉપરથી ઠપ્પ હોવાનું કહે છેઃ સેંકડો લોકો હેરાન - પરેશાન access_time 11:31 am IST

  • ડેનમાર્ક ઓપનના પહેલા રાઉન્ડમાં સાયના નહેવાલનો પરાજય : બર્ટની ટોચની મહિલા ખેલાડી સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેટમિંગટન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારી : જયારે પુરુષમાં સમીર વર્મા પહેલા રાઉન્ડનો મેચ જીતવામાં સફળ : મિક્ષ ડબલમાં પ્રણવ જૈરી ચોપડા અને એન,સિક્કી રેડીની જોડીએ પણ જીત મેળવી access_time 1:07 am IST

  • બાલાકોટમાં જૈશ-એ-મોહંમદના પ૦ આત્મઘાતી બોમ્બર્સ તાલીમ લઇ રહ્યા છે : કાશ્મીર અને ભારતને સળગાવવાનો પ્લાનઃ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા પર્દાફાશ access_time 3:55 pm IST