Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પરપ્રાંતિયોને મકાન-દૂકાન ભાડે આપો તો પોલીસને જાણ કરજો અન્યથા ફોજદારી

એસઓજીની ડ્રાઇવમાં બે આસામી સામે ગુનો નોંધી ધરપકડ

રાજકોટ તા. ૧૬: શહેરમાં બહારગામથી આવતાં અને પરપ્રાંતના હોય તેવા લોકોને મકાન કે દૂકાન ભાડે આપી કરાર ન કરાવી તે અંગે પોલીસને જાણ ન કરનારા આસામીઓ સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરવાની શરૂઆત એસઓજીએ કરી છે. તે અંતર્ગત બે ગુના નોંધવામાં આવ્યા છે.

એસઓજીએ ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૯માં રહેતાં ચના નરસીભાઇ બોળીયા તથા રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક શિવપરા-૧માં રહેતાં વશરામ રામજીભાઇ વાસકીયા સામે આઇપીસી ૧૮૮ મુજબ યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસમાં ગુના દાખલ કરાવી બંનેની ધરપકડ કરી છે. આ બંનેએ પરપ્રાંતિયોને પોતાની મિલ્કતો ભાડે આપી તેના કોઇ કરાર ન કરી તેમજ પોલીસને જાણ  ન કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. અનિલસિંહ ગોહિલ, ગિરીરાજસિંહ ઝાલા અને જાડેજાએ આ ડ્રાઇવમાં કામગીરી કરી હતી.

(1:09 pm IST)