Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સિંધી કોલોનીમાં ગંજીપાના રમતી વખતે ડખ્ખોઃ લાલચંદ અડવાણીને ટિન્ક નેભાણીએ છરી ઝીંકી

રાજકોટ તા. ૧૬: સિંધી કોલોનીમાં ઝૂલેલાલ મંદિર પાસે રાત્રે બે સિંધી યુવાનો વચ્ચે ગંજીપાના રમતી વખતે ઝઘડો થતાં એકે બીજાને છરી ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રેલનગરમાં રહેતો લાલચંદ ધાધનદાસ અડવાણી (ઉ.૪૦) મોડી રાત્રીના ડાબા હાથે લોહી નીકળતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં આવતાં દાખલ કરાયો હતો. પોલીસ ચોકીના સ્ટાફની પુછતાછમાં પોતાને ઝુલેલાલ મંદિર પાસે ટિન્કૂ નેભાણીએ છરી ઝીંકી દીધાનું કહેતાં પ્ર.નગરને જાણ કરવામાં આવતાં એએસઆઇ કનુભાઇ વી. માલવીયાએ તેની ફરિયાદ નોંધી હતી. ગંજીપાના રમતી વખતે બોલાચાલી થતાં હુમલો થયો હતો. ઘવાયેલો લાલચંદ છુટક મજૂરી કરે છે.

કોૈશિક લિકવીડ પી ગયો

ભીલવાસ-૩માં રહેતો કોૈશિક દિલીપભાઇ રાઠોડ (ઉ.૨૫) મચ્છર મારવાનું લિકવીડ પી જતાં સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો. પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

બળદેવે બ્લેડથી કાપા માર્યા

પોપટપરા મેઇન રોડ રઘુનંદન સોસાયટીમાં રહેતાં બળદેવ રમેશભાઇ ફતેપરા (ઉ.૨૬)એ સાંજે પોતાની જાતે ડાબા હાથે બ્લેડથી કાપા મારી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. રાતે જ રજા લઇને જઇ રહ્યો હતો.

(1:09 pm IST)