Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગોંડલ રોડ પર ટ્રકની કેબીનથી વર્ષો જૂના ઝાડની મોટી ડાળખી તૂટીઃ રિક્ષા દબાઇઃ રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર બાળ અદાલતની સામે પેનોરમા કોમ્પલેક્ષ નજીક સવારે ટ્રક નં. એચઆર૫૫ એસ-૨૦૨૮ની કેબીનનો ઉપરનો ભાગ ઉંચાઇને કારણે વર્ષો જૂના પીપળાના ઝાડમાં અથડાતાં મોટી ડાળખી તૂટી પડી હતી. ટ્રક ઝાડની આ ડાળખીમાં ફસાઇ ગયા બાદ રિવર્સમાં ગયો હતો અને તે સાથે જ ડાળખી તૂટતાં સામેના ભાગેથી પસાર થઇ રહેલી જીજે૧૮એવાય-૧૪૩૯ નંબરની એક રિક્ષા માથે પડતાંરિક્ષા દબાઇ ગઇ હતી. જેમાં નુકસાન થયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. મોટી ડાળખી તૂટીને સામેના ભાગે પડી હોઇ અને રિક્ષા દબાઇ ગઇ હોઇ થોડો સમય માટે રસ્તો બંધ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં તાકીદે પહોંચી રસ્તો ખુલ્લો કરાવવા તજવીજ કરી હતી. તસ્વીરમાં હરિયાણા પાસીંગનો ટ્રક, તે અથડાતાં તૂટી ગયેલી ઝાડની મોટી ડાળખી, બંધ થઇ ગયેલો રસ્તો અને દબાયેલી રિક્ષા તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે (ફોટોઃ વિજય વસાણી)

(1:08 pm IST)