Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કોઠારીયા નાકા મિત્ર મંડળની ૧૩૪ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી

રાજકોટ : શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૪૭ વર્ષથી ચાલતી સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સેવાકીય પ્રવૃતિ અંતર્ગત શરદ પૂનમ નિમિતે શરદોત્સવનો કાર્યક્રમ શ્રી અરવિંદભાઈ દોમડીયા કૃણાલ કન્સ્ટ્રકશન પ્રા. લી. ઈન્ડિયા અધ્યક્ષપદે તેમજ મુખ્ય મહેમાન પદે શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શ્રી એ.એસ.પંડ્યા આચાર્ય શ્રી એ.વી.પી.ટી. કોલેજ ઘનશ્યામભાઈ પરસાણા પટેલ જ્ઞાતિના અગ્રગણ્ય ભાયભાઈ સાહોલીયા ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રમુખ શ્રી જૈન સમાજના અગ્રગણ્ય હરેશભાઈ દોશીના અતિથિ વિશેષપદે યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી મંડળના પ્રમુખ ગીરીશભાઈ પરસાણાએ કરેલ.

કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ વોરા અને ભરતભાઈ ત્રિવેદીએ કરેલ મંડળની રૂપરેખા કિશોરભાઈ પરસાણાએ આપેલ કોઠારીયા નાકા શિવણ વર્ગની બહેનોએ શરદોત્સવમાં મન ભરીને રાસ ગરબાની રંગતમાં ભાગ લઈ રંગત માણી હતી.

આ કાર્યક્રમમાં અર્વાચીન રાસ ગરબામાં પ્રથમ ધ્વની ફીચડીયા, બીજા નંબરે રાધનપુરા નેહલ, ત્રીજા નંબરે મનાલી શાહ, વેલડ્રેસમાં પ્રથમ નંબરે હેમાંગી પાટડીયા, બીજા નંબરે ફાલ્ગુની રૂપાપરા, ત્રીજા નંબરે કાજલ મેવાડા, પ્રથમ નંબર આશ્વાસન ઈનામ રાજપરા પીનલ, બીજા નંબર પારેખ ભાવીની, ત્રીજા નંબરે લક્ષ્મીબેન રત્નોતર તેમજ નાના નાના બાળકોને પણ રોકડ પુરસ્કાર  આપી પ્રોત્સાહિત કરેલ વિજેતા થયેલ બહેનોને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે શિલ્ડ તેમજ ઈનામો  સંસ્થા દ્વારા તેમજ ઉમેશભાઈ જે.પી., શોભનાબેન કારીયા તરફથી પ્રોત્સાહીત ઈનામો આપવામાં આવેલ. શીવણ વર્ગની દરેક જ્ઞાતિની ૧૩૪ બહેનોએ ભારતીય સંસ્કૃતિના અર્વાચીન રાસ ગરબામાં ભાગ લીધેલ નિર્ણાયક તરીકે પ્રફુલાબેન સોની અને શોભનાબેન કારીયાએ માનદ સેવા આપેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ યશવંતભાઈ પાટડીયાએ કરેલ. અમૃતલાલ વાઘેલા, નીરવભાઈ પારેખ, સુબોધભાઈ રાધનપુરા, રાજુભાઈ મહેતા, કૌશિકભાઈ દવે, બીપીનભાઈ જોષી, સંજયભાઈ રાણપરા, વ્યાસભાઈ શૈલેષભાઈ પારેખ તેમજ અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

(1:07 pm IST)