Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

રાજકોટ-મુંબઇ વચ્ચે બીજી નવી ડેઇલી ફલાઇટ શરૃઃ સવારે ૬ વાગ્યે આવી ૬-૪૦ ઉપડશે

હવે વેપારીઓ-ઉદ્યોગપતિઓ સવારે મુંબઇ પહોંચી સાંજે રાજકોટ પરત ફરી શકશે

રાજકોટ તા. ૧પઃ રાજકોટ શહેર તેમજ આસપાસના જિલ્લાઓના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જો મુંબઇ ખાતે કોઇ કામકાજ હેઠળ જવાનું હોય તો તેઓ હવે સવારે જઇ સાંજે પરત ફરી શકશે. રાજકોટથી શરૂ થયેલી મુંબઇ માટેની નવી ફલાઇટ દ્વારા સવારે મુંબઇ જઇ સાંજે ત્યાંથી રાજકોટ પરત ફરી શકશે. જેમાં વેપારીઓ ૧૦ કલાકમાં મુંબઇ જઇ રાજકોટ પરત ફરી શકાશે. આજથી બીજી રાજકોટથી મુંબઇ માટે ફલાઇટ સેવાનો પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. જેમાં રાજકોટથી મુંબઇ જવા માટે નવી ફલાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટથી મુંબઇ માટે સવારે ૬-૪૦ કલાકે ફલાઇટ ઉડાન ભરશે. જયારે મુંબઇથી સાંજે ૪-૪૬ કલાકે રાજકોટ આવવા ઉડાન ભરશે અને બીજા ૧૦ કલાકમાં મુંબઇથી ફરી શકાશે પરત.

સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત પ્રજાની છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઇ સીધી ફલાઇટની માંગ હતી. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે રાજકોટથી મુંબઇ જવા માટે નવી ફલાઇટ સેવાનો પ્રારંભ કરાયો છે. આમ હવે મુંબઇ માટે સીધી ફલાઇટ સેવા શરૂ થઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારોને મુંબઇ ખાતેનું કામ પતાવી ૧૦ કલાકમાં રાજકોટ પરત ફરી શકશે.

(3:47 pm IST)