Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભોજપરાના પાટિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક સવાર વૃદ્ધ દંપતી ખંડિત :જેન્તીભાઇ સીદપરાનું કરૂણમોત : વૃદ્ધાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

 રાજકોટ: રાજકોટ- ગોંડલ નેશનલ હાઈવે પર ભોજપરાના પાટીયા પાસેની ગોજારી ઘટના બની છે જેમાંબાઈક સવાર વૃધ્ધ દંપતિને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં વૃધ્ધ દંપતિ ખંડિત થયું હતું આ અકસ્માતમાં રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા જેન્તીભાઈ બચુભાઈ સીદપરા  ( ઉ.વ.70 ) નામના પટેલનું મોત નિપજ્યું. છે જયારે મૃતકના પત્નીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

(1:25 am IST)