Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મન મોર બની... રંગતાળી રંગતાળી... ધોળકીયા સ્કૂલમાં પ્રાચીન રાસની રમઝટ

રાજકોટઃ ધોળકિયા સ્કૂલ્સ્ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં પાંચમાં દિવસે મિતુલભાઈ તથા ધવલભાઈના આમંત્રણથી રાજકોટ જિલ્લા પોલીસ કમિશ્નર શ્રી મનોજભાઈ અગ્રવાલના હસ્તે દીપ પ્રાગટ્ય તથા દેવી વંદના થઈ. પોલીસ ઈન્સ્પેકટર શ્રીગઢવી, એરપોર્ટ ડાયરેકટર શ્રી બાસણકાંતદાસ સહપરિવાર, શિક્ષણ સમિતિ શાળાઓના સીઆરસી કો- ઓર્ડીનેટર પ્રકાશભાઈ આહિર, ધમસાણીયા તથા સાવલિયા, આસિ.એજયુકેશન ઈન્સ્પેકટરશ્રી હિંડોચાએ હે જગજનની..., આભમાં ઉગેલ..., કેશરિયો રંગ તને..., ચાચર ચોક..., મન મોર બની..., દૂધે તે ભરી..., રંગતાળી- રંગતાળી... વગેરે ગરબાને ભાવપૂર્વક માણ્યા હતા.

(3:51 pm IST)