Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શનિવારે ક્ષત્રિય રાજપૂત ગીરાસદાર સમાજના બહેનોના રાસોત્સવ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા બાલભવન ખાતે આયોજન : ક્ષત્રિય સમાજના આગેવાનોના હસ્તે ઈનામો અપાશે : રાજપૂત સમાજના પરંપરાગત પોષાકમાં હાજર રહેવા અપીલ : પી. ટી. જાડેજા

રાજકોટ, તા. ૧૬ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ રાજકોટના સહયોગથી ૧૯મો રાજપૂત શરદોત્સવ-૨૦૧૮નું જાજરમાન આયોજન આગામી તા.૨૦ને શનિવારે સાંજે ૬ થી ૧૦ સુધી કિશાનપરા ચોક પાસે, બાલભવન રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગીતા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય, ગોંડલ - ગાયત્રીબા વાઘેલા, મહિલા પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસ - ડો.જયેન્દ્રસિંહ એમ. જાડેજા (જાબીડા) મેનેજીંગ ટ્રસ્ટી, અ.ગુ.રા.યુવા સંઘ, મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન-૨ રાજકોટ શહેર પોલીસ - શ્રી અજીતસિંહ શેખાવત (રાજસ્થાન), બ્રિગેડીયર એનસીસી કેમ્પ રાજકોટ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો, અગ્રણી, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, પોલીસ અધિકારીઓ, મ્યુ. કોર્પો.ના ક્ષત્રિય કોર્પોરેટરશ્રીઓ તથા મહિલા મંડળના ગુજરાત પ્રદેશ રાજકોટના આગેવાનો ઉપસ્થિત રહેશે.

શરદોત્સવ-૨૦૧૮માં મુખ્ય દાતાશ્રી હરીશચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ઘંટેશ્વર તરફથી રૂ.૧,૦૨,૦૦૦નું અનુદાન પેટે આપેલ છે. વી. જી. સાડી, રાજવી સાડી તથા વંદના સાડી જવેલર્સ તરફથી સહયોગ મળેલ છે. અલ્પાહારમાં રાજભા સતુભા જાડેજા (મોટા વાગુદડ) તરફથી રાખવામાં આવેલ છે. બહેનોને ત્રણેય ગ્રુપમાં વિજેતા બહેનોને પ્રથમ ૧ થી ૩ તથા દરેક ગ્રુપના વેલડ્રેસ તથા બેસ્ટ ઓફ બેસ્ટ કવીનના વિજેતાને આકર્ષક શિલ્ડ સ્વ.રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા - પાંડાવદર તરફથી આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પી. ટી. જાડેજા ચેરમેન (હડમતીયા જં.)ની આગેવાની હેઠળ કિરીટસિંહ જાડેજા, વાઈસ ચેરમેન (મોટા ભેલા) - કન્વીનર કિશોરસિંહ જેઠવા, (પાંડાવદર) - બળદેવસિંહ ગોહિલ (કુકડ) - પ્રવિણસિંહ ઝાલા, (નેકનામ) - સહકન્વીનર દેવેન્દ્રસિંહ ઝાલા, (ઈંગોરાળા)- પથુભા જાડેજા, (ખોખરી) - હિતેન્દ્રસિંહ ઝાલા, જડે. કોઠારીયા -  ગુજરાત રાજપૂત મહિલા સંઘના શ્રીમતી હિનાબા બી. ગોહિલ (પ્રમુખશ્રી રાજકોટ શહેર), કિર્તીબા ઝાલા (ઉપપ્રમુખ શ્રી રાજકોટ શહેર), ક્રિષ્નાબા ઝાલા (રતનપર), ધ્રુપતબા જાડેજા (ઘંટેશ્વર), નીતાબા કે. જાડેજા (ઘંટેશ્વર), દશરથબા એન. જાડેજા (શાપર), કિશોરીબા એમ. ઝાલા (રોજાસર), કૌશિકાબા ડી. જાડેજા (દોમડા), ડો.અલ્પનાબા એસ. ઝાલા (ચુડવા), સાધનાબા એસ. વાઘેલા (અગોલ), પૂજાબા જાડેજા (રાજકોટ), પદમાબા જે. જાડેજા (નવાગામ), પદમાબા વાળા (રેલનગર), વિલાસબા સોઢા (રેલનગર), ઈલાબા જાડેજા (બજરંગવાડી), પૂર્ણાબા ગોહિલ (ગૃહમાતા રાજકોટ) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

એ - ગ્રુપમાં ૫ થી ૧૫ વર્ષના દિકરીબા તથા બી ગ્રુપમાં ૧૬ થી ૨૫ તથા સી ગ્રુપમાં ૨૬થી ઉપરના બહેનબા ભાગ લઈ શકશે. આ કાર્યક્રમ સાંજના ૬ કલાકે શરૂ થઈ જશે. દરેક ભાઈઓ તથા બહેનોએ પાસ મેળવી સમયસર ઉપસ્થિત રહેવું.

બાલભવન ખાતે ૯ નોરતા દરમિયાન જે સાઝ ઔર આવાઝ મ્યુઝીકલ ગ્રુપ જે સૌરાષ્ટ્રમાં નામાંકિત ગ્રુપ તરીકે ખ્યાતિ મેળવેલ છે તેવા ગ્રુપ દ્વારા ૩૦ હજાર વોલ્ટના સાઉન્ડ સિસ્ટમ ઈફેકટ સાથે, ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી સાથે ૪ સાઈડમાં એલસીડી સ્ક્રીન લાઈવ પ્રોગ્રામ જોઈ શકાય તેમજ વીઆઈપી સ્ટેજ જેમાં ૩૫ થી ૪૦ લાઈટીંગ સાથે આકર્ષક સ્ટેજ સુશોભિત કરેલ છે. આશરે ૧૦ હજારથી વધુ વ્યકિત રાસોત્સવ નિહાળી શકે તેવા બાલભવનના જોકર ગ્રાઉન્ડ ખાતે આ રાસ ગરબા હરીફાઈનું આયોજન રાખેલ છે.

ફકત ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજના બહેનો જ ભાગ લઈ શકશે. રાજપૂત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ વાતાવરણમાં યોજવામાં આવનાર છે. સર્વે ભાઈઓ તથા બહેનો રાજપૂત સમાજના પરંપરાગત પોષાકમાં પધારવા વિનંતી કરાઈ છે. પાસની વ્યવસ્થા યુવા સંઘ રાજકોટના કાર્યકર પાસે તથા સ્થળ પર પણ ફ્રી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમ ચેરમેન પી. ટી. જાડેજા તથા વા. ચેરમેન કિરીટસિંહ જાડેજા તથા કન્વીનર કિશોરસિંહ જેઠવાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

રાજકોટ ખાતે યુવા સંઘના આગામી કાર્યક્રમમાં રાજપૂત સમૂહલગ્ન મહોત્સવ તા.૧-૨-૨૦૧૯ના રોજ રાખવામાં આવનાર છે અને જામ રણજીતસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટ માર્ચ માસમાં યોજાનાર છે. ભાગ લેવા ઈચ્છતા રાજપૂત સમાજના ભાઈઓએ વધુ માહિતી માટે પી. ટી. જાડેજા - ૯૯૨૫૨ ૪૮૨૪૮, કિરીટસિંહ જાડેજા - ૯૮૭૯૧ ૬૬૫૧૨, કિશોરસિંહ જેઠવા - ૯૯૨૫૨ ૪૮૨૫૧, બળદેવસિંહ ગોહીલ - ૯૯૦૯૦ ૧૨૧૦૦, દેવેન્દ્રસિંહ ઝાલા - ૯૯૦૯૦ ૧૭૧૯૫, પ્રવિણસિંહ ઝાલા - ૯૭૩૭૯ ૧૧૦૧૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્વેશ્રી પી. ટી. જાડેજા - આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, કિરીટસિંહ જાડેજા - પ્રમુખ રાજકોટ જીલ્લા, કિશોરસિંહ જેઠવા - કા. રાજકોટ ગ્રામ્ય, બળદેવસિંહ ગોહિલ - ઉપપ્રમુખ રાજકોટ શહેર, કનકસિંહ ઝાલા (બલાળા) તેમજ રાજપૂત મહિલા અગ્રણીઓ જયશ્રીબા જાડેજા (પ્ર.કા.કા. અધ્યક્ષ), દશીનીબા જાડેજા (પ્ર.કા. સામ્ય), હીનાબા ગોહીલ - (પ્રમુખ રાજકોટ શહેર), ઈલાબા જાડેજા રામપર (બજરંગવાડી) નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:49 pm IST)