Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નાગર એસેમ્બલી દ્વારા રવિવારે ઓપન ગુજરાત રાસ ગરબા હરીફાઇ

પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય જામશે : રાજયભરમાંથી નાગર જ્ઞાતિની બહેનો ભાગ લેશે : અવનવા ૧૪ ગરબાની થશે પ્રસ્તુતી : આરામદાયક બેઠક વ્યવસ્થા

રાજકોટ તા. ૧૬ : માં ના નોરતાની ઉજવણી સમગ્ર ગુજરાત રાજય માં અર્વાચીન દાડિયાના આયોજન રૂપે પુષ્કળ પ્રમાણ માં કરવા માં આવે છે પરંતુ વર્ષો જુની આપણા પારમ્પરિક   પ્રાચીન ગરબાઓ તથા અર્વાચીન બને પ્રકારના ગરબાઓનું આયોજન બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. 

ત્યારે આ પરંપરા જાળવી રાખવા ે તથા જે લોકોમાં ખરેખર આવા ગરબાઓં પ્રસ્તુત કરવાની સુંદર કલા પડેલી હોય તેને ઉજાગર કરવા માટે ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી પ્રસ્તુત, ગ્લોબલ યુનાઈટેડ નાગર એસેમ્બલી (GUNA), શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ હાઉસ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ઓપન ગુજરાત રાસ ગરબા હરીફાઈ ૨૦૧૮  'આવો તો રમવાને GUNA ને સંગ રે' નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ ની માહિતી આપતા ગ્લોબલ યુનાઈટેડ નાગર એસેમ્બલી પ્રમુખ ઓજસ માંકડ, મહામંત્રી અભિલાષ ઘોડા તથા અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ હાઉસ ટ્રસ્ટના પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું છે કે તા.૨૧ ના રવિવારના ઓપન ગુજરાત પ્રાચીન તથા અર્વાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ શહેરોની નાગર જ્ઞાતિની બહેનો ભાગ લેવા રાજકોટના આગણે પધારી રહી છે.

દરેક ટીમ જે રીતે તૈયારી કરેલ છે તે મુજબ વિવિધ શહેરની  ટીમો તેમની વિશેષ કલાના કામણ પાથરશે. કુલ ૧૪ ગરબા રજુ થશે. સંગીત, નૃત્ય, કલાના શ્રેષ્ઠ સમનવય સમાન આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેમ ઓજસ માંકડ, અભિલાષ ઘોડા, ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું છે.

કાર્યક્રમ માટે અંદાજીત ૫૦ લોકોની ટીમ છેલ્લા એક મહિનાથી રાત દિવસ ે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે.

સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, ભાવનગર, ગાંધીધામ, જામનગર વગેરે શહેરોમાંથી વિવિધ ટીમો પોતાની કૃતિઓં રજુ કરશે. દરેક કલાકાર હરીફાઈમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ માટે થનગની રહ્યા છે

આધુનિક ટેકનોલોજીનો પણ શ્રેષ્ઠતમ ઉપયોગ કરી બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જેથી કલા પ્રેમી  પ્રેક્ષકો વધુ સારી રીતે આ ગરબા માણી શકશે.

આ કાર્યક્રમમાં માય અલ્ફાબેટ પ્રિ સ્કુલ, કટારીયા ઓટોમોબાઈલ, રાજકોટ નાગરિક સહકારી બેંક, એસ.બી.આઇ. બેંક, ડો.અર્ચિત રાઠોડ, હાટકેશ ફોટો વગેરેનો સહયોગ મળેલ છે.

કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ મેળવવા માટે (૧) ગ્લોરિયસ કોલેજ પ્રેમ મંદિર રોડ, (૨) હોબી સેન્ટર એરપોટ ફાટક પાસે, (૩) બ્લીસ કમ્પ્યુટર ૧૬ પંચનાથ પ્લોટ ખાતેવહેલા તે પેહેલાના ધોરણે સંપર્ક કરવા જણાવાયુ છે.

આયોજન સમિતિમાં મુખ્ય આયોજકો  ઓજસ માંકડ (મો.૯૮૨૫૧ ૯૫૯૦૦), અભિલાષ ઘોડા (મો.૯૮૯૮૦ ૩૨૪૪૩), ડો.હેમાંગ વસાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને સફળ બનાવવા હિતેક્ષા બુચ, રાજલ મેહતા, જીગર રાણા, ભૂષણ વૈષ્ણવ, ધારા વૈષ્ણવ, નીર્મીત છાયાં, વિપુલ પોટા, ઉર્મીશ વૈષ્ણવ, દેવર્ષિ પાઠક, દિગેશ માંકડ, રાજુ કિકાણી, ચેતસ ઓઝા, દિપેશ બક્ષી, દેવાંગ મંકોડી, હિતેશ ધોળકિયા, ગૌરાંગ ઢેબર, કાર્તિક કચ્છી, સમીર પોટા, કેયુર પંડયા, દેવર્ષ ત્રિવેદી, નીશીત માંકડ, ગૌરાંગ પાઠક, ધૃતિ ધોળકિયા, કૃતિ કિકાણી, અમી ધોળકિયા, મીતા વૈષ્ણવ, વિશ્વા દેસાઈ, હિરલ માંકડ,  ઋચી ધોળકિયા, કૃતિ પોટા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:47 pm IST)
  • રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હરિયાણા સરકારને આપ્યું આમંત્રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હરિયાણા સરકારને આમંત્રણ પાઠવ્યું access_time 1:15 am IST

  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST

  • બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના 55 કેસ નોંધાયા: 19 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયા access_time 1:14 am IST