Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જીવ માત્રનું જતન કરે તે પાંજરાપોળઃ નમ્રમુનિ મ.સા.

પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે નવનિર્મિત શેડનું ઉદ્ઘાટન યોજાયું

રાજકોટ,તા.૧૬: સદીઓ જુની પાંજરાપોળમાં હાલ ૫૦૦૦થી વધુ પશુ- પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે. આ પાંજરાપોળમાં બીમાર પશુઓને  વધુ સારી સારવાર મળે અને સાતાપૂર્વક રહી શકે તે અર્થે રાજકોટના જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયા અને મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ અને હિરાલક્ષ્મીબેન પ્રાણલાલ શાહ પરિવાર દ્વારા બે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દઘાટન સમારોહ રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં તથા જીવદયાપ્રેમીઓ તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ તકે જીવદયાના મંદિર સમી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ જીવદયાનું ઝરણુ સોવિનેયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાજન પાંજરાપોળના ઉપક્રમે અબોલ જીવોના નવનિર્મિત શેડના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે રાજકોટ મહાજન પાંજરાપોળએ વર્ષો જુની સંસ્થા છે. અબોલ જીવોની અનુકંપા માટે જુની પેઢીએ આ સંસ્થાનું સર્જન કર્યું. તેને દીદ્યદ્રષ્ટિથી જોઈ આ સંસ્થાનું નિર્માણ કર્યું છે. વધુમાં પૂ.ગુરૂદેવે જણાવ્યું હતું કે અન્ય સંસ્થામાં ગૌશાળા હોય છે. જયારે અહી પાંજરાપોળ છે. જીવમાત્રનું જતન કરે તે પાંજરાપોળ અહીં કેવો જીવ છે તેને શું બિમારી છે? તેવું કંઈ જોઈને પ્રવેશ નથી આપતો. આ ભેદભાવ વિનાની પાંજરાપોળ છે. પૂ.ગુરૂદેવ મુંગા જીવોને માંગલીક સંભળાવેલ.

આ પ્રસંગે જીવદયાપ્રેમી અને જીવતું જગતિયું કરનાર કિશોરભાઈ કોરડીયાએ ઉપસ્થિત દરેકનો આભાર માનેલ અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબનો ખાસ ઋણી હોવાનું જણાવેલ. આ તકે સંસ્થાના મંત્રી સુમનભાઈ કામદારે ભાવો વ્યકત કરી પાંજરાપોળની શરૂઆત અંગે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયાનું સન્માન કરાયું હતું. તેમજ કિશોરભાઈ કોરડીયાએ પાંજરાપોળના દરેક ટ્રસ્ટીનું સન્માન કર્યું હતું તેમજ એચ.જે.સ્ટીલ, શિલ્પા લાઈફ સ્ટાઈલ, સૌરાષ્ટ્ર- કચ્છ સ્ટોક એક્ષ્ચેંજ તથા કિશોરભાઈ કોરડીયા દ્વારા પાંજરાપોળને અનુદાન અપાયું હતું. આજના આ જીવદયા મહોત્સવ પ્રસંગે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીખત્રી તથા જિલ્લા પોલીસ વડાશ્રી બલરામ મીના ઉપસ્થિત રહ્યા હતા.

જીવદયાના આ કાર્યમાં મુસ્લિમ આગેવાન હબીબભાઈ કટારીયા પણ પાંચ જીવોને અભયદાન અને ૭૮૬ રૂપિયા નિભાવ માટે અનુદાન આપ્યું હતું.

પાંજરાપોળમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માંડવી ચોક જિનાલયના પંકજભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, સંજયભાઈ શેઠ, સુશીલભાઈ ગોડા, સુધીરભાઈ બાટવીયા, શશીભાઈ વોરા, નિલેશભાઈ શાહ, શીરીષભાઈ બાટવીયા, મધુભાઈ ખંધાર, વિનુભાઈ મહેતા, સી.પી.દલાલ, ચંદ્રકાંતભાઈ શેઠ, નટુભાઈ શેઠ, ધનસુખભાઈ વોરા તેમજ એચ.જે.હોસ્પિટલના ભરતભાઈ દોશી, પૂર્વ ટાઉન પ્લાનર બકુલભાઈ રૂપાણી, તપસ્વીરત્ના મીનાબેન બાટવીયા, પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ, મનોજભાઈ ડેલીવાળા, ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી ઉપેનભાઈ મોદી, મહેન્દ્રભાઈ શાહ, રાંકા માંકા પરિવારના જીતુભાઈ તથા મહેન્દ્રભાઈ, ગૌ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મોદી સ્કુલના રશ્મીભાઈ મોદી, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઉદ્યોગપતિ રમેશભાઈ વિરાણી, વિહીપના શાંતુભાઈ રૂપારેલીયા, શ્રીજી ગૌશાળાના રમેશ ઠક્કર તથા મીતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, પ્રવીણભાઈ માકડીયા, હસમુખભાઈ શેઠ, દિલીપભાઈ વસા, અશ્વિનભાઈ લોઢીયા, નિલેશભાઈ ભોજાણી, એડવોકેટ હિતેન મહેતા, ધવલભાઈ દોશી, જયંતિભાઈ પટેલ, ઈન્દુભાઈ પરસાણા, કેતન વોરા, પ્રવીણભાઈ પુંજાણી સહિતના અનેક આગેવાનો જોડાયા હતા.

સમારંભના આયોજન માટે સર્વશ્રી સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણીના માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ બાટવીયા, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, મેનેજર અરૂણભાઈ દોશી તથા જીવદયા ગ્રુપની ટીમ કાર્યરત હતી. મીડીયા કો.ઓર્ડિનેટર તરીકે વિજય મહેતા, અરૂણભાઈ નિર્મળ, નિરાલીબેન પારેખ તથા બોરડીયા ભાઈએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ મહેતા દ્વારા કરાયું હતું.

(3:46 pm IST)