Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઉમરાળીથી મોટાદડવા સુધીનો રસ્તો બનશે ટકાટક : ગ્રામ સડક યોજના તળે ખાતમુહુર્ત

રાજકોટ તા.૧૬ : રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા ગ્રામ સડક યોજના હેઠળ ફાળવાયેલ બજેટની જોગવાઇ મુજબ રાજકોટ તાલુકાના ઉમરાળી અને ગોંડલી તાલુકાના મોટાદડવાને જોડતા માર્ગને આવરી લેવાતા આ માર્ગ ટકાટક તૈયાર કરવાની કામગીરી આરંભવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

આ કામનું ખાતમુહુર્ત માજી સરપંચ અને આહીર સમાજના આગેવાન પ્રભાતભાઇ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાની ઉપસ્થિતીમાં માજી ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ તકે ઉમરાળી ગામના આગેવાનો સરપંચ સુરેશભાઇ જળુ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનુભાઇ ચાવડા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મેરામભાઇ જળુ, મોટા દડવાના સરપંચ ભુપતભાઇ, હલેન્ડાના સરપંચ વનરાજભાઇ ગરૈયા, જિલ્લા ભાજપ આગેવાનો મનુભાઇ લાવડીયા, ઉમરાળી ગ્રામ પંચાયતના સભ્યો મનુભાઇ ડવ, મયુરભાઇ ડવ, ભરતભાઇ ચાવડા, તેજાભાઇ જળુ, મયુરભાઇ વી. ડવ, સુરેશભાઇ કુવાડીયા, હિતેષભાઇ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાતભાઇ ચાવડાના નેજા હેઠળ ગામ લોકો, કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)

(3:32 pm IST)
  • રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હરિયાણા સરકારને આપ્યું આમંત્રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હરિયાણા સરકારને આમંત્રણ પાઠવ્યું access_time 1:15 am IST

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દુર્ગા પૂજાને લઈ જાહેરનામું બહાર પડાયું: નદી કે તળાવમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે access_time 1:00 am IST

  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST