Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

થોરાળાના સિધ્ધાર્થ મકવાણાને પટેલ પિતા-પુત્ર સહિત ત્રણે કારણવગર પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૬: નવા થોરાળા શેરી નં. ૧માં જનતા ફલોર મીલ પાસે રહેતાં અનુસુચિત જ્ઞાતિના સિધ્ધાર્થ જીવણભાઇ મકવાણા (ઉ.૧૭)ને શેરી નં. ૯માં હતો ત્યારે પટેલ વશરામ લીંબાસીયા અને તેના પુત્ર તથા એક અજાણ્યાએ કોઇપણ કારણ વગર પાઇપથી હુમલો કરી જમણા હાથ અને ડાબા પગે માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળાના પીએસઆઇ કે. કે. પરમાર અને નારણભાઇએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હેતલ રમતાં-રમતાં ઉંદર મારવાની દવા પી ગઇ

ગંજીવાડા-૩૪માં રહેતી હેતલ શૈલેષભાઇ ગમારા (ઉ.૪) રમતાં-રમતાં ઉંદર મારવાની દવા પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

(3:31 pm IST)