Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

લોકો કોલોની પાસે ઘોડીપાસાનો 'પાટલો' પકડાયોઃ અડધા લાખ સાથે ૯ પકડાયા

ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ સોનારા અને સમીરભાઇ શેખની બાતમીઃ બીજા દરોડામાં ભીલવાસમાં ઘોડીપાસા રમતાં પાંચને પ્ર.નગર પોલીસે પકડી લીધા

રાજકોટઃ જામનગર રોડ પર રેલ્વે લોકો કોલોની પાસે રેલ્વેના પાટા નજીક બાવળની ઝાડીમાં ઘોડીપાસાનો પાટલો ચાલુ થયાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૯ શખ્સોને પકડી લઇ રૂ. ૫૨૧૦૦ રોકડા તથા ઘોડીપાસા કબ્જે લીધા હતાં. ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને સમીરભાઇ શેખની બાતમી પરથી દરોડો પાડી મહમદ અલીભાઇ કટારીયા (ઉ.૪૦-રહે. બજરંગવાડી રાજીવનગર રોડ), લાલો ધાધુમલભાઇ અડવાણી (ઉ.૩૨-રહે. પરસાણાનગર-૭), હીરાલાલ રેવાચંદભાઇ ગોકલાણી (ઉ.૩૮-સ્લમ કવાર્ટર નં. ૫૮, જામનગર રોડ), ભુલચંદ વસંતમલ ગોકલાણી (ઉ.૬૦-રહે. શાસ્ત્રીનગર-૪), શ્યામ શિતલદાસ ભકતાણી (ઉ.૪૩-રહે. પરસાણાનગર-૨), ફિરોઝ મહમદભાઇ જુણાચ (ઉ.૪૫-રહે. નાના મવા સર્કલ કવાર્ટર બી-૨૦/૧૭૯૪), ભાવેશ વસંતભાઇ મજલાણી (ઉ.૨૬-રહે. પરસાણાનગર-૪) તથા અનિલ સુરેશભાઇ મદિયાણી (ઉ.૫૨-રહે. લક્ષ્મીવાડી કવાર્ટર ૧૩/૧૦૩)ને ઘોડીપાસા રમતાં પકડી લઇ રોકડા રૂ. ૫૨૧૦૦ કબ્જે લેવાયા હતાં. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની સુચના તથા રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, અનિલભાઇ, સમીરભાઇ, નિલષ્ેાભાઇ ડામોર, હરદેવસિંહ રાણા સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. જ્યારે પ્ર.નગર પોલીસે ભીલવાસ-૧માં દિપક ભીખુભાઇ મુલીયાણા (ઉ.૪૮)ના ઘર સામે શેરીમાં દરોડો પાડી તેને તથા જાહીદ મહમદભાઇ બુખારી (ઉ.૪૬), મહેમુદ હમીદભાઇ પઠાણ (ઉ.૪૫), રફિક હાસમભાઇ શેખ (ઉ.૪૮) તથા સુરેશ માધુભાઇ મુલિયાણા (ઉ.૫૫)ને જાહેરમાં ઘોડીપાસા રમતાં પકડી લઇ રૂ. ૧૭૧૫૦ની રોકડ તથા ઘોડીપાસા કબ્જે લીધા હતાં. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ ડાંગર, દેવશીભાઇ, અરવિંદભાઇ, મોહસીનખાન, હેમેન્દ્રભાઇ, જયદિપભાઇ, મનજીભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(3:31 pm IST)
  • બધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST

  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST

  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST