Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રામનાથપરાના એકલાજ રહેતાં અનવરભાઇ કુરેશીએ એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા. ૧૬: રામનાથપરા હુશેની  ચોકમાં રહેતાં અનવરભાઇ અલીભાઇ કુરેશી (ઉ.૪૫) નામના મુસ્લિમ સોમવારે રવિવારે સવારે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં   ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણી અને અલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અનવરભાઇના લગ્ન થયા નહોતાં અને એકલા જ રહેતાં હતાં.  કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતા અનુભવતા હતાં. તેના કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

કુબલીયાપરાના ઉમેદભાઇનું બેભાન હાલતમાં મોત

અન્ય બનાવમાં કુબલીયાપરા શેરી નં. ૫માં જાગૃતિ પાનવાળી શેરીમાં રહેતો ઉમેદભાઇ વેરશીભાઇ સોલંકી (ઉ.૪૨) નામનો દેવીપૂજક યુવાન બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરે હતો ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે થોરાળા પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. જી. ચોૈધરીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:29 pm IST)