Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

શુક્રવારે સમસ્ત શ્રીમાળી સોની સમાજના ખેલૈયાઓ થીરકશે

સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સહિયરના ગ્રાઉન્ડમાં પારિવારીક માહોલમાં આયોજન : લાઇવ પ્રસારણ

રાજકોટ તા. ૧૬ : સમસ્ત શ્રીમાળી સોની સમાજના ખેલૈયા મન ભરીને નવલા નવરાત્રીએ  આદ્યશકિત માં જગદંબાની આરાધના કરવા શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાય બાય નવરાત્રીનું આયોજન થયેલ છે.

  અકિલા કાર્યાલય ખાતે સંસ્થાના આયોજકો વિનુભાઈ વઢવાણા, દિલીપભાઈ આડેસરા, રાજુભાઈ ફીચડીયા, વિરેનભાઈ પારેખ સહિતનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પારિવારિક માહોલમાં સંગીતના સથવારે,તાલીઓના તાલે અને રળિયામણા મેદાનમાં વિખ્યાત સિંગરોના સંગાથે શુક્રવારે સાંજે હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ સાથે સમસ્ત શ્રીમાળી સોનીસમાજના ખેલૈયા માટે દરવર્ષની માફક આ વર્ષે પણ આયોજન કરેલ છે.

સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે યોજાનાર રાસોત્સવમાં પ્રિન્સ પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતનાને ઉપસ્થિત સમસ્ત શ્રીમાળી સોનીસમાજના આગેવાનો - મહેમાનોના હસ્તે ઇનામો આપીને પ્રોત્સાહિત કરાશે તેમજ ખેલૈયાઓમાંથી ૨૫ લોકોને પણ લક્કી ડ્રો મારફત ઈમાન આપીને નવાજાશે.

આયોજકોએ કહ્યું હતું કે બાય બાય નવરાત્રીના રાસોત્સવનું લાઈવ પ્રસારણ ડેન ચેનલ, જીટીપીએલ ચેનલ મારફત કરવામાં આવશે સમાજ સારાંશ ચેરી. ટ્રસ્ટના કાર્ડ ધારક લાભાર્થીઓને ફ્રી પાસ અપાશે.

આયોજકોએ જણાવ્યું હતું કે સંસ્થા દરમાહિને શ્રીમાળી સોનીસમાજના જરૂરિયાતમંદોને દરમાહિને અનાજ સહાયમ સાડી, સાલ, ઘઉં, બ્લેન્કેટ, કેરી તેમજ તહેવારોમાં વધારાનું વિતરણ કરે છે તેમજ વિનુભાઈ પારેખ તરફથી દરમાહિને સમાજની વિધવા બહેનોને રોકડ સહાય અપાય છે.

શુક્રવારે સહિયરના રળિયામણા ગ્રાઉન્ડમાં આયોજિત બાય બાય નવરાત્રીના પાસ મેળવવા માટે વિનુભાઈ વઢવાણા ૧-ગોલ્ડ સ્ટોન, કોમ્પ્લેકસ, પેલેસ રોડ (મો. ૯૪૩૬૩ ૫૧૧૧૭) વ્રજેશભાઈ આડેસરા એમ.વી.જવેલર્સ ગિરિરાજ ચેમ્બર સોની બજાર (મો. ૯૮૩૪૨ ૫૯૬૪૬ )અથવા હરેશભાઇ ભુવા તિલક જવેલર્સ માધવ કોમ્પ્લેકસ ગધીવાડ સોનીબજાર (મો. ૯૮૨૫૪ ૬૨૦૨૬ )નો સંપર્ક સાધી શકાય છે.

સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા વિનુભાઈ વઢવાણા, દિલીપભાઈ આડેસરા, અજયભાઇ ફીચડીયા, મુકેશભાઈ ભુવા, સુબોધભાઈ રાધનપુરા, હિતેષભાઇ ચોકસી, વ્રજેશભાઈ આડેસરા, ગોપાલભાઈ મીનાવાળા, અશોકભાઈ લુણસરવાળા, હરેશભાઇ ભુવા, અશ્વિનભાઈ રાણપરા, જેનીશભાઈ માંડલિયા, બાબાલાલ ફીચડીયા, રાજુભાઈ ફીચડીયા, દુર્ગેશભાઈ આડેસરા, હિતેષભાઇ રાણપરા, દેવેનભાઈ આડેસરા, બિપીનભાઈ આડેસરા, વિરેનભાઈ પારેખ, હરેશભાઇ ઝવેરી, પંકજભાઈ રાણપરા, સન્નીભાઈ રાણપરા, ચંદ્રકાન્તભાઈ આડેસરા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

(3:28 pm IST)