Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઠંડીનું ધીમા પગલે આગમન : રાજકોટમાં સવારે વાતાવરણમાં ઠંડક : ઝાકળવર્ષા

સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો : બપોરે ગરમીનો અનુભવ

રાજકોટ, તા. ૧૬ : ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. નોરતા પૂર્ણ થવાના આરે છે અને દિવાળી પર્વને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હાલ તો ગરમી સાથે તાપનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આજે સવારે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. ઠંડકનો અનુભવ થયો હતો અને બાદમાં આંશિક ઝાકળવર્ષા જોવા મળી હતી.

રાજકોટ શહેરમાં આજે વ્હેલી સવારે ઠંડીના ચમકારા અનુભવાયા હતા. થોડીવાર ઠંડીનો અહેસાસ  થયો હતો. ત્યારબાદ ઝાકળવર્ષા પણ જોવા મળી હતી. હાઈવે ઉપર ઝાકળવર્ષા વધુ દેખાતી હતી.

પરંતુ બપોરના સમયે ફરી ગરમીનો અનુભવ થતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.(૩૭.૨)

(11:50 am IST)