Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજકીય સ્થિતિ ભારે વરસાદને કારણે એસટી કર્મચારીઓએ આંદોલનમાં ફેરફાર કર્યોઃ ૭ ઓકટોબરથી હડતાલ

આજથી તા.ર૪ સુધી કાળી પટ્ટી ધારણ કરશેઃ ર૭મીથી સુત્રોચ્ચાર : ૪ ઓકટોબરથી ઘંટનાદ

રાજકોટઃ એસટી ડીવીઝન ઓફીસ ગોંડલ રોડ ખાતે સંકલન સમીતીના આદેશ મુજબ તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. તેમજ તારીખ ર૪-૯-ર૦ર૧ સુધી કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે તેમ ઉમેરાયું છે. 

રાજકોટ, તા., ૧૬: ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ અને ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાયેલ હોય, આ તમામ બાબતે ધ્યાને લઇ એસટીના માન્ય સંગઠનો દ્વારા અપાયેલ તબક્કાવાર આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર કરાયાનું યુનિયન આગેવાન શ્રી વેકરીયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે આજથી ૪૦ હજાર કર્મચારીઓ તા.ર૪ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા.ર૭ થી તા.૧ ઓકટોબર સુધી રીશેષ દરમિયાન સુત્રોચ્ચાર કરાશે. તા.૪ થી ૭ ઓકટોબર દરમિયાન ઘંટનાદ કરાશે અને તા.૭ ના રાત્રે ૧ર વાગ્યાથી તમામ કર્મચારીઓ હડતાલ પર જશે અને પ્રશ્નોનો નિકાલ નહી આવે તો બે મુદતી હડતાલ પડશે. 

(4:08 pm IST)