Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

'રાજકોટ કા મહારાજા'ના સાનિધ્યમાં છપ્પન ભોગ અનકુટ ઉત્સવ

રાજકોટઃ સાર્વજનીક ગણેશ મહોત્સવ રાજકોટ કા મહારાજાના સાનિધ્યમાં છપ્પન ભોગ અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજે ત્રિમુર્તી બાલાજી હનુમાનજીના ૧પ૦ રીંગ રોડના મહંતશ્રીના વરદ હસ્તે ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી. શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી  દ્વારા આવેલ મહેમાનોનું ઉપવન પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિમાં પીજીવીસીએલના એમ.ડી.ડો.ધીમંતકુમાર વ્યાસ, બ્રહ્મ ઉદ્યોગપતિ આનંદભાઇ ત્રિવેદી, બ્રહ્મ કર્મચારી પરીવારના સર્વશ્રી ડો.રાજુભાઇ ત્રિવેદી, ધનંજયભાઇ દવે, પ્રશાંતભાઇ વ્યાસ, પ્રફુલભાઇ રાજયગુરૂ, નિશાંતભાઇ દવે, મેહુલભાઇ મહેતા, બોલબાલાવાળા જયેશભાઇ ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને ભાજપ અગ્રણી અનિલભાઇ ત્રિવેદી, ભરતભાઇ દવે, મનીષભાઇ ભટ્ટ, મયંકભાઇ જાની,  દિગેશભાઇ વાઘેલા, પિયુષભાઇ જોશી, ધીરેન્દ્રભાઇ માકડીયા, દિપકભાઇ જયસ્વાલ, સુનીલભાઇ જાની, દિપકભાઇ જાની, મોહીતભાઇ વ્યાસ વગેરેએ મહાઆરતીનો લાભ લીધો હતો. છપ્પન ભોગ અન્નકોટ કાર્યક્રમ તથા મહાઆરતીને સફળ બનાવવા ભુદેવ સેવા સમીતીના સંસ્થાપક તેજસભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિશાંત રાવલ, વિશાલ આહ્યા, નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, પ્રશાંત ઓઝા, જય પુરોહીત, મયુર વોરા, મીત ભટ્ટ, ગોપાલભાઇ જાની, સંદીપભાઇ પંડયા, પુજન પંડયા, પરાગ મહેતા, ભરતભાઇ દવે, શીરીષભાઇ વ્યાસ, માનવ વ્યાસ, જીજ્ઞેશ ત્રિવેદી, રાજ દવે, જીજ્ઞેશ પુજારા, પ્રદીપ બોરીસાગર વગેરે એ જહેમત ઉઠાવી હતી. 

(4:05 pm IST)