Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભાજપ કાર્યાલય બન્યુ ગણપતિમય : મહાનુભાવોના હસ્તે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની  એક સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય– સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક  આયોજન કરવામાં આવેલ છે. છઠ્ઠા દિવસે ગણપતિ મહારાજની આરતીનો લાભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવએ  લીધો હતો. આ તકે વોર્ડ નં. ૧૧માંથી રાજુભાઈ માલધારી,  સંજય પીપળીયા, સંજય બોરીચા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, વિજય કોરટા, ભરતભાઈ શીંગાળા, વૈભવ બોરીચા, ફર્નાન્ડીઝ પાડલીયા, છગનભાઈ જાદવ, પ્રવીણભાઈ ઠુંમર, રાજેશ ચાવડા, રાજેશ ખુમાણ, સુનીલ સાગઠીયા, રાજુભાઈ ભટૃ, મુળુભાઈ ઓડેદરા, કેતનભાઈ, જેન્તીભાઈ મેઘાણી, પલ્લવીબેન પોપટ, તરંગ રૂપાપરા, રાહુલ પટેલ, રાજ ધામેલીયા તેમજ વોર્ડ નં.૧ર ના પ્રવીણ ઠુંમર, રસીકભાઈ કાવઠીયા, મનસુખભાઈ  વેકરીયા, દશરથસિહ જાડેજા, મગનભાઈ સોરઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા,  યોગરાજસિહ જાડેજા, ધર્મેશ ડોડીયા, મેહુલ જશાણી, રાજભા, કિશન ટીલવા, દશરથસિહ જાડેજા, કિરણબેન હરસોડા, કંચનબેન મારડીયા, સિઘ્ધરાજસિંહ, હીનાબેન, મૌલીક દેલવાડીયા, સુરેશ રામાણી, રાજુ ગોંડલીયા, અલ્પાબેન, ચેતન લાઠીયા, હેમેન્દ્રસિંહ, જય ગજજર સાથોસાથ શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ , શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, હાર્દીક ગોહીલ, સમીર ખીરા, અમીત માણેક  સહિતનાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. ત્યારે આજે વોર્ડનં. ૧૩ તથા ૧૪ ના કાર્યકર્તાઓ જોડાશે. 

(4:04 pm IST)