Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જંગલેશ્વરમાં પ્રણામી ચોક પાસે ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા ૯ ઝડપાયા

રાજકોટ,તા. ૧૭: જંગલેશ્વર મેઇન રોડ પ્રણામી ચોક પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર પ્રણામી ચોક પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. દિપકભાઇ ડાંગર તથા કીરીટસિંહ ઝાલાને બાતમી મળતા પ્રણામી ચોક પાસે શાહબાઝ સર્વિસ સેન્ટર પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા શીયાણી નગરના ઓસમાણ ઇબ્રાહીમ ઘાંચી, જંગલેશ્વરના અલ્તાફ હાસમભાઇ જોખીયા, અંકુરનગરના રહીમ હાસમભાઇ સૈયદ, લેઉવા પટેલ સોસાયટીના મુસ્તાક ભીખુભાઇ વોઢીયા, જંગ્લેશ્વર શેરી નં. ૨૯ના રમીઝ દાઉદભાઇ ખેબર, બુધ્ધનગર શેરી નં. ૩૭ના હારૂન સતારભાઇ મીર, લોઠડાના જયસુખ ભલાભાઇ મકવાણા, જંગ્લેશ્વરના અબ્દુલ હાજીભાઇ ગોધાવીરા અને જંગલેશ્વર શેરી નં. ૨૯ના જાવીદ તૈયબભાઇ સમાને પકડી લઇ રૂ. ૩૪,૪૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ધીરેનભાઇ, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ, જગદીશભાઇ વાંક, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ, દીપકભાઇ, જયપાલસિંહ, સંજયભાઇ અને કિરીટસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:27 pm IST)