Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સંઘાણી સંઘ ગોંડલ ખાતે

પૂ. ઉર્મિલાબાઇ મ.સ.ના ૧રમા માસક્ષમણનો પારણા મહોત્સવ સંપન્ન

રાજકોટ તા. ૧૬: શ્રી સંઘાણી સંપ્રદાયના શાશન દીપક ગુરૂદેવ બા. બ્ર. પૂ. નરેન્દ્રમુની મહારાજ સાહેબ એવમ્ ચારિત્ર્ય જયેષ્ઠા પૂ. બા. બ્ર. જય વિજયજી મહાસતીજીના (મા. સ્વામી) ના શુશિષ્યા પૂ. બા. બ્ર. ઉર્મિલાબાઇ મહા.ના ૧રમા માસક્ષમણનું પારણુ ગોંડલમાં સુવર્ણ અક્ષરે આલેખાયું આ પ્રસંગે સંઘાણી સ્થાનકવાસી  જૈન સંઘ ગોંડલ. આ પ્રસંગે સંત સતીજીના વૈયાવચ્ચના અનુદાન સીવાય હાલ બીજા કોઇ અનુદાનની આવશ્યકતા નથી પ્રસંગમાં રાજકોટ સંઘાણી સંઘમાંથી શ્રી કીશોરભાઇ સંઘાણી તથા ચેતનભાઇ સંઘાણી વગેરે તેમજ શેઠ ઉપાશ્રયમાંથી વૈયાવચ્ચ પ્રેમી શ્રી શૈલેષભાઇ માઉ ગીત ગુર્જરી ઉપાશ્રયના શીરીષભાઇ બાટવીયા તેમજ સ્વામીના સંસારી પરીવારજનો તેમજ હર હંમેશ સંઘની સાથે રહેનાર મહેતા પરીવારના શ્રી રોહીતભાઇ મહેતા તેમજ ગોંડલના પાંચેય સંઘના પદાધીકારીઓ હાજર રહીને આ પ્રસંગને અનુરૂપ બા. બ્ર. સ્મીતાબાઇ સ્વામીએ વૈયાવચ્ય અંગે પ્રેરણા કરી તે મહેતા પરિવારે ઝીલી લીધી તેમજ પ. પૂ. બા. બ્ર. પારસમુનીએ વર્તમાન વીકટ પરિસ્થિતિ ધ્યાને લઇને જણાવેલ કે સંઘે આ કામ કરવા જેવું છે અને વૈયાવચ્ય ઉપર ભાર મુકીને જણાવેલ કે દરેકે યોગ્ય અનુદાન આપવા અરજ કરેલ અને બાદમાં સંઘના પ્રમુખ શ્રી અશોકભાઇ કોઠારીએ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા વધુ સંત-સતીજીઓના ઋણ સ્વીકારેલ અને ધર્મસભામાં હાજર રહેલા શુશ્રાવક-શ્રાવીકાને વીનમ્ર ભાવે વૈયાવચ્ચ ફંડમાં અરજ કરેલ. મંત્રીશ્રી કમલેશભાઇ સંઘાણીએ ચોથા વ્રત અંગીકાર કરનાર દંપતીઓનું બહુમાન કરાવેલ તેમજ અંતમાં મંત્રીશ્રી ગીરીશભાઇ બાવીસીએ દરેકનો આભાર માની ગૌતમ પ્રસાદ માટે દરેકને વિનંતી કરેલ તેમજ આ પ્રસંગમાં શેઠ નરેન્દ્રભાઇ સંઘાણી ભાવેશ બાવીસી એ જહેમત ઉઠાવેલ એમ સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારીએ જણાવેલ છે. 

(3:24 pm IST)