Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર

રાજકોટ,તા. ૧૬: જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરએ વરસાદથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી ત્વરિત કરવા સુચના આપેલ. લોધીકડી ડેમને નુકશાન થયેલ છે. પ્રમુખે લોધીકા ગામની મુલાકાત લીધી હતી. આ તકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા, મુકેશભાઇ તોગડીયા, મુકેશભાઇ કામાણી, તાલુકા મહામંત્રી દિલીપભાઇ કુંગશિયા, લોધીકા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઇ વસોયા, ભીખુભાઇ ડાભી, સંઘના ડાયરેકટર સંજયભાઇ અમરેલીયા, તાલુકા સદસ્ય ઉમેશભાઇ દેસાઇ, દિલીપભાઇ મારકણા, ભાવેશભાઇ ખૂંટ, તેમજ ગામના આગેવાનો, લોધીકા મામલતદાર, લોધીકા ટી.ડી.ઓ મીરાબેન સોનપુરા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(3:23 pm IST)