Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શાપર-વેરાવળમાં જુગારના બે દરોડાઃ આઠ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ૧૬ :.. શાપર-વેરાવળ પોલીસે બે સ્થળે જૂગારના દરોડા પાડી જૂગાર રમતા ૮ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

શાપર - વેરાવળમાં દુર વેરાવળ, ખોડીયાર મંદિરની બાજુમાં બાલાજી એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જાહેરમાં જૂગાર રમતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઇ એમ. મકવાણા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) રમેશ બચુભાઇ ફલીયા રહે. હાલ ઇનોવેટીવ કાસ્ટીંગ કારખાનાની ઓરડીમાં વેરાવળ, (ર) હસમુખ દુર્લભભાઇ સંચાણીયા રહે. વેરાવળ રામજી મંદિર પાસે, (૩) સંજય બાબુભાઇ જીજુવાડીયા રહે. વેરાવળ, પંચાયતનગર વાળી શેરી (૪) શૈલેષ રવિભાઇ મોરી રહે. વેરાવળ, શાંતિધામ ગેટ-ર, શેરી નં. રર ને રોકડા રૂ. ૧૦૬ર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બીજા દરોડોમાં શાપર ગામથી ઢોલરા ગામ જવાના રસ્તે આવેલ વિશ્વાસ સીટીના કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં જાહેરમાં જૂગાર રમતા (૧) રમેશ રવજીભાઇ ગજેરા જાતે. પટેલ ઉ.૪ર રહે. શાપર વિશ્વાસ સીટી કે બીલ્ડીંગ ફલેટ નં. ૩૦૬, (ર) નીશાંત કુરજીભાઇ તન્ના રહે. શાપર વિશ્વાસ સીટી એન બીલ્ડીંગ ફલેટ નં. ર૦૧, (૩) રાજેન્દ્ર જયેન્દ્રભાઇ લુકા રહે. વિશ્વાસ સીટી એન બીલ્ડીંગ ફલેટ નં. ૩૦૩ તથા (૪) મનોજ દડુભાઇ ખુમાણી વીંગ રહે. વેરાવળ (શા) રામજી મંદિર પાસે  ને રોકડા રૂ. ૧પર૦૦ અને ગંજીપતા સાથે હેડ કો. રોહિતભાઇ બકોત્રાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:56 am IST)