Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નરેન્દ્રભાઈએ દેશસેવા અને પ્રજાહિતને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છેઃ રાજુભાઈ ધ્રુવ

લોકનાયક જેવું મજબૂત- વિરાટ વ્યકિતત્વ ગુજરાત અને ભારતને શાસક તરીકે મળવું એ સૌભાગ્ય- રાષ્ટ્રહિતની વાતઃ દેશને મહાસતા બનાવવાના સંકલ્પને સાકાર કરનાર સ્વપ્નદ્રષ્ટાઃ જન્મદિનની શુભેચ્છા આપતા સૌરાષ્ટ્રના પ્રવકતા

રાજકોટઃ ગુજરાતનાં લોકલાડીલા સપૂત અને ભારતનાં લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ નિમિત્ત્।ે શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીનો જન્મ  ૧૭સપ્ટેમ્બર,૧૯૫૦ નાં રોજ ગુજરાતનાં એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનો ઉછેર   આર્થિક દ્રષ્ટિએ છેવાડાના મઘ્યમવર્ગીય  કુટુંબમાં થયો હતો, પણ મોદી પરિવાર આર્થિક પ્રતિકુળતાઓ વચ્ચે પણ હળીમળીને સંપ થી રહેતું હતું. શ્રી નરેન્દ્રભાઈ મોદી નાનપણથી જ દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં તેમણે રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ઘ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય (આરએસએસ) સાથે કામ કર્યું હતું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી હતી. રાજકારણ ઉપરાંત રાજપુરૂષ શ્રી નરેન્દ્રભાઈ મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. એક ઉત્તમ લેખક અને વકતા સાથે કુશળ રાજનીતિજ્ઞ નરેન્દ્રભાઈ મોદીએ યુવાવસ્થાથી જે સ્થાન પર હોય તે સ્થાન પર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેઓ સંદ્યના પ્રચારક કે પક્ષના કાર્યકર હતા ત્યારે પણ ખૂબ જ લોકપ્રિય હતા.

હાલમાં જ થયેલા એક સર્વે અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઘણી વધી ગઈ છે. વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક છે. તેઓ સમાજની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે સતત પ્રતિબદ્ઘ છે. તેમને લોકોની વચ્ચે જવું, તેમની ખુશીઓમાં ભાગ લેવો તેમના દુૅંખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે. ભારતના સૌથી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં ઓળખ બનાવનાર નરેન્દ્રભાઈથી કોઇપણ વ્યકિત સરળતાથી સંપર્ક કેળવી શકે છે. તેઓ જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કે આજે જયારે દેશનાં પ્રધાનમંત્રી છે ત્યારે જરા પણ બદલાયા નથી. તેમનામાં ઘણીબધી હકારત્મક ખાસિયતો રહેલી છે જેનો વિરોધી પણ સ્વીકાર અને પ્રશંશા કરતા થાકતા નથી. ભૂતકાળમાં મને વ્યકિતગત રીતે નરેન્દ્રભાઈ મોદી સાથે દ્યણો સમય ગાળવા મળેલો અને તેમની સાથેના અઢળક સંસ્મરણો છે. વ્યકિતગત અનુભવને આધારે એટલું જરૂરથી કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીનું વ્યકિતત્વ ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમનો નેતૃત્વકાળ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો જોવા મળશે.

ભારતને એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનાં મંત્ર સાથે મોદીજીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુકત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રીજી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારત ઝડપથી ગરીબી નાબૂદી કરવા અગ્રેસર છે. આ માટે કેન્દ્ર સરકારનાં ગરીબતરફી શ્રેણીબદ્ઘ નિર્ણયો જવાબદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય એટલે કે અંતિમ વ્યકિત સુધી સેવા પહોંચાડવાના આશયથી સરકારી યોજનાનાં કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત તેઓ વિર્દ્યાીઓ, યુવાનો અને મહિલાઓ પ્રત્યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે.

નરેન્દ્રભાઈની વિદેશી નીતિનાં કારણે વૈશ્વિક મંચ પર વિશ્વના લોકતંત્ર સમક્ષ ભારતની વાસ્તવિક ક્ષમતા-ભૂમિકા સ્પષ્ટપણે રજૂ થઈ છે. તેમની રાજય-રાષ્ટ્રીય રાજનીતિ કારકિર્દી અભ્યાસ કરતા માલૂમ પડે કે, તેમને માત્ર દેશસેવા અને પ્રજાહિતને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. તેઓનાં દરેક કાર્ય અને વિચાર પાછળ માત્રને માત્ર દેશહિત અને લોકસેવા રહેલી હોય છે. પ્રતિભાવાન પ્રધાનમંત્રી તરીકે કરેલા કાર્યોનાં કારણોસર લોકલથી ગ્લોબલ કક્ષાએ મોદીજીની નોંધ લેવાઈ તેમના વખાણ થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી જેવું પ્રામાણિક અને પારદર્શી વ્યકિતત્વ દેશને મળવું એ સૌભાગ્યની બાબત છે. પુરૂર્ષાવાદી રાજપુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પરમાત્મા યશસ્વી દીર્દ્યાયુષ્ય આપે અને તેનો લાભ ભારતને મળતો રહે એવુ જણાવી તેમનાં સ્વાસ્થ્યની મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્ત્।ે તેઓને શુભેચ્છા પાઠવી છે.

(11:55 am IST)