Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભગવાનશ્રી કૃષ્ણની અનન્ય ભકિતનો પાવનકારી પુરૂષોતમ માસનો મહિમા

પુરૂષોતમ માસ દર ત્રીજા વરસે આવતો અધિક માસ પાવનકારી માસ છે. આપણા ઠાકોરજીન લાડલડાવવાનો આ પવિત્ર અવસર. આમ જોઇએ તો ખગોળ ગણિત મુજબ વર્ષના બાર મહિના ચંદ્રની ગતિ સ્થિતિ મુજબ હોય છે. આ ચંદ્ર વર્ષ કહેવામાં આવે છે. ચંદ્ર વર્ષ ૩પ૪ દિવસ ૮ કલાક ૪૮ મીનીટ અને ર૪ સેકન્ડનું છે. પશ્ચિમ ગણત્રી મુજબ સીર વર્ષની લંબાઇ ૩૬પ દિવસ અને ૬ કલાક ૯ મીનીટ અને ૯ સેકન્ડ છે. આ બન્ને વચ્ચે દર વર્ષે આસરે ૧૧ દિવસ નાનું છે. અને ૪પ સેકન્ડનો તફાવત પડે છે. આથી તહેવારો દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતા જાય આથી કદાચ નવરાત્રી કાળ ક્રમે ઉનાળામાં પણ આવે આમ ન થાય તે શુભ હેતુથી રૂષીમુનીઓ અને બ્રાહ્મણોને અધિક માસનું નિર્માણ કરેલું.

અધિક માસ મનોરથ અને ભકિત ભાવના તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનુષ્ઠાન પાઠ જનમંગલના પાઠ અને ભકિત શ્રી કૃષ્ણની અનન્ય પાવન કારી છે. પુરૂષોતમ માસ જે કરે છે. તેના પાયા ધોવાઇ જાય છે. અધિક માસ સૂર્યના સંક્રમણમાં ન હોવાથી સૂર્ય તેનો સ્વીકાર કર્યો નહી આથી આ માસમાં કોઇ અધિષ્ઠાતા દેવ રહ્યા નહી બધા તેને મળ માસ કહેવા લાગ્યા મળ માસે ૮ લક્ષ્મીપતી શ્રી વિષ્ણુ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી હે ભગવાન સંસારના માણસો મારો તિરસ્કાર કરે છે. તો હે ભગવાન મારા પર કૃપા કરો અને ભગવાન શ્રી વિષ્ણુએ તેનો હાથ ઝીલ્યો અને કહ્યું કે હું જે ગુણોથી પુરૂષોતમ તરીકે જાણીતો છું. તે બધા ગુણો તને અર્પણ કરૂ છું. આજથી તારૂ નામ પુરૂષોતમ માસ તરીકે જાણીતુ થશે. અધિક માસમાં આવતી શુકલ પક્ષની એકાદશી અને વદમાં આવતી કમળા એકાદશી સંતાન સુખ આપનારી અને પરમા એકાદશી આનંદ આપનારી છે.

અધીક માસ સુખ આપનારા શ્રી યમુનાજી છે. અધિક માસ ચૈત્રમાસથી આસો મહિના સુધીમાં જ આવે છે. પાવનકારી પુરૂષોતમ ભગવાનને વંદન.

 -શાસ્ત્રી બટુક મહારાજ

સ્વામિનારાયણ મંદિરના પુજારી,

કાળીપાટ

(1:00 pm IST)