Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નાગર બોર્ડીંગમાં ભુલકાઓ માટે કનૈયાનંદ રાસોત્સવ

સરગમ ચિલ્ડ્રન કલબનું આયોજનઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોને સિઝન પાસ રૂ.૪૦૦માં અપાશે

રાજકોટઃ તા.૧૬, સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા (વિરાણી સ્કુલ સામે નાગર બોર્ડીંગમાં)  બાળકો માટેના કનૈયાનંદ રાસોત્સવની તૈયારીઓનો આરંભ થઇ ચુકયો છે.

 સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા યોજાનાર રાસોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા તમામ બાળકોએ ટોકન ફી પેટે માત્ર રૂ.૪૦૦ ભરવાના રહેશે. અને આ ફીમાં તેમને નવદિવસ રમવાનો પાસ તથા સાથે વાલી માટે જોવાનો એક પાસ આપવામાં આવશે. આ રાસોત્સવમાં ઉંમર ૬ થી ૧૪ વર્ષના રાજકોટના કોઈપણ બાળકો ભાગ લઈ શકશે.

કનૈયાનંદ રાસોત્સવમાં મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ મ્યુઝીકલ ઓરરકેસ્ટ્રાના કલાકારો આધુનિક મ્યુઝીક સિસ્ટમ સાથે ધૂમ મચાવશે. આ રાસોત્સવમાં મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસના મધુભાઈ પરમાર તરફથી કરવામાં આવશે. દરરોજ ઇનામો આપવામાં આવશે. 

 કનૈયાનંદ રાસોત્સવમાં સરગમ ચિલ્ડ્રન કલબનાં સભ્યો ઉપરાંત શહેરના કોઈપણ બાળકો ભાગ લઈ શકે છે. વધુ વિગત માટે સરગમ કલબની ઓફિસ ડો. યાજ્ઞીક રોડ, કોઈન્સ કોર્નર, ત્રીજે માળે, સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાધ મંદિર ચોક, ડો. યાજ્ઞીક રોડ, સરગમ મહિલા લાયબ્રેરી, એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રીમેદાન પાસે, સરગમ મહિલા તથા ચિલ્ડ્રન લાયબ્રેરી, મહિલા કોલેજ ચોક, સરગમ મહિલા લાયબ્રેરી, આમ્રપાલી પાસે, રૈયારોડ તથા સરગમ ભવન, જામટાવર રોડ, અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ, બ્રહ્મસમાજ ચોક, રૈયારોડનો સંપર્ક સાધવા જણાવ્યું-છે.

કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈવાળા  અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ અરવિંદભાઈ દોમડિયા, મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ દ્યોડાસરા, રાકેશભાઈ પોપટ, નિરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, કિશનભાઈ શાહ, સુરેશભાઈ નંદવાણા, બીપીનભાઈ હદવાણી, શ્રી નિખીલભાઈ પટેલ, નાથાભાઈ કાલરિયા, જગદીશભાઈ ડોબરિયા, નરેશભાઈ લોટિયા, જીતુભાઈ બેનાણી, ભુપતભાઈ બોદર, હેતલભાઈ રાજયગુરુ, હરેશભાઈ લાખાણી, શૈલેષભાઈ માંકડિયા, યાગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલિયા, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકીનો  સહકાર મળી રહ્યો છે.

આ રાસોત્સવને સફળ બનાવવા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. હેમાંગભાઈ વસાવડા, કીરીટભાઈ આડેશરા, દિપકભાઈ શાહ, કનૈયાલાલ ગજેરા, દ્યનશ્યામભાઈ પરસાણા ચિલ્ડ્રન કલબના પ્રમુખ જયશ્રીબેન રાવલ, મંત્રી અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, કેલાશબા વાળા, વિપુલાબેન હિરાણી, છાયાબેન દવે, જયશ્રીબેન મહેતા, આશાબેન ભુછડા તથા અન્ય કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:44 pm IST)